તમારા બાળકમાં છૂપાયેલી છે કોઈ પ્રતિભા? ગુજરાતના આ સ્થળે યોજાઈ રાજ્ય કક્ષાની સ્પર્ધા
ગુજરાતના રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા 6 વર્ષથી 14 વર્ષના બાળકોમાં રહેલી સાહિત્યિક, નાટ્ય, નાટક, ચિત્રકારી, સર્જનાત્મક પ્રવૃતિઓ જેવી સાંસ્કૃતિક પ્રતિભાઓ ખીલવવાના પ્રયાસરૂપે શાળાઓમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવે છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: કહેવાય છે કે બાળકોને જેવી કેળવણી આપો તેવી રીતે કેળવાય છે. આજનાં બાળકો આવતી કાલનું ભવિષ્ય છે ત્યારે ભવિષ્યની આ પ્રતિભાઓ અત્યારથી જ કેવી કમાલ બતાવી રહી છે તેની ઝાંખી જોવા મળી નવસારીમાં. જ્યાં રાજ્યના રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકોમાં રહેલી સાંસ્કૃતિક પ્રતિભાને ઉજાગર કરવાના પ્રયાસ રૂપ આજે રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ નવસારીના ભક્તાશ્રમ હાઇસ્કૂલ ખાતે ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
ગુજરાતના રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા 6 વર્ષથી 14 વર્ષના બાળકોમાં રહેલી સાહિત્યિક, નાટ્ય, નાટક, ચિત્રકારી, સર્જનાત્મક પ્રવૃતિઓ જેવી સાંસ્કૃતિક પ્રતિભાઓ ખીલવવાના પ્રયાસરૂપે શાળાઓમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવે છે, જેમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધકો પહોંચતા હોય છે. જેમાં આ વર્ષે નવસારીની ભક્તાશ્રમ હાઈસ્કૂલમાં રાજ્ય કક્ષાની અલગ અલગ 13 બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
બે દિવસ ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ 850 બાળ સ્પર્ધકો આવ્યા છે. જેઓ લોકનૃત્ય, સમૂહ ગીત, લગ્નગીત, કાવ્ય પઠન દોહા છંદ, લોકગીત, ચિત્રકલા, એકપાત્રિય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનું ઓજસ પાથરશે. અહીં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર સાથે અનુક્રમે 5 હજાર, 4 હજાર અને 2 હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
6 વર્ષથી 14 વર્ષના બાળકોમાં પડેલી પ્રતિભાને બહાર લાવવા શાળાઓમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવે છે, જેમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધકો પહોંચે છે. જેમાં આ વર્ષે નવસારીની ભક્તાશ્રમ હાઈસ્કૂલમાં રાજ્ય કક્ષાની અલગ અલગ 13 બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. બે દિવસ ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ 850 બાળ સ્પર્ધકો આવ્યા છે.
જેઓ લોકનૃત્ય, સમૂહ ગીત, લગ્નગીત, કાવ્ય પઠન દોહા છંદ, લોકગીત, ચિત્રકલા, એકપાત્રિય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનું ઓજસ પાથરશે. અહીં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર સાથે અનુક્રમે 5 હજાર, 4 હજાર અને 2 હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે