'ચૂંટણી પરિણામો તો એક ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે...', જાણો ગુજરાત ભાજપના 3 નેતાનું નિવેદન

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપણા જણાવ્યું છે કે ચૂંટણી પરિણામોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત છે. લોકોએ મોદીને વોટ આપ્યા છે. કોંગ્રેસને જાકારો આપ્યો છે. આ ચૂંટણી પરિણામ પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચહેરો છે.

'ચૂંટણી પરિણામો તો એક ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે...', જાણો ગુજરાત ભાજપના 3 નેતાનું નિવેદન

પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યોના ચૂંટણી પરિણામને લઈ ગુજરાત રાજ્ય મંત્રીઓના નિવેદન સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપણા જણાવ્યું છે કે ચૂંટણી પરિણામોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત છે. લોકોએ મોદીને વોટ આપ્યા છે. કોંગ્રેસને જાકારો આપ્યો છે. આ ચૂંટણી પરિણામ પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચહેરો છે. લોકસભામાં પણ ઐતિહાસિક જીત મળશે. 

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ 4 રાજ્યોના ચૂંટણી પરિણામો પર નિવેદન આપ્યું છે કે ચૂંટણી પરિણામ એક ટ્રેલર છે. પિક્ચર અભી બાકી હે, લોકસભાની ચૂંટણીમાં મોદી પ્રધાનમંત્રી બનશે. પ્રધાનમંત્રીની લોક ચાહના વૈશ્વિક છે. આ ચૂંટણીમાં લોકોએ ભાજપને પસંદ કરી છે. આનાથી સારું પરિણામ લોકસભામાં આવશે. 

પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન
ચૂંટણી પરિણામને લઈ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈ ચાલી રહેલી અટકળોને લઈ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી કોણ બનશે વસુંધરા રાજે કે અન્ય ચહેરો તેના સવાલના જવાબમાં પૂર્ણેશ મોદીએ કહ્યું કમળ જ મુખ્યમંત્રીનો ચહેરો છે. જે મુખ્યમંત્રી હશે એ ભાજપનો હશે. ભાજપની અભૂતપૂર્વ જીત થઇ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં પણ સારું પરિણામ મેળવીશું, તેવું પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.

આજ રોજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં બહુમતી સરકાર બનાવી લીધી છે. જ્યારે કોંગ્રેસે તેલંગાનામાં સરકાર બનાવી છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જીત થશે એવું ભાજપના મંત્રીઓ માની રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news