અમદાવાદમાં અચાનક વાતાવરણ આવ્યો પલટો, વિવિધ વિસ્તારમાં પડ્યો વરસાદ

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ સાંજ બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં અચાનક વાતાવરણ આવ્યો પલટો, વિવિધ વિસ્તારમાં પડ્યો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમની રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં ભારે ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તેવામાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં મોડી સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું.

અમદાવાદમાં વરસાદની પધરામણી
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં સાંજ બાદ વરસાદ શરૂ થયો હતો. પ્રહલાદનગર, એસજી હાઈવે, ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. 

આ જિલ્લાઓમાં પણ પડ્યો વરસાદ
 રાજ્યના ઘણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા, તાપી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. ભારે ગરમી બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી છે. આ સિવાય સુરત અને મહીસાગરમાં પણ વરસાદનું આગમન થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news