બનાસકાંઠા લૂંટ કેસના આરોપી કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા, કર્મચારીએ જ કરી નાખ્યો એવો કાંડ કે...

પોલીસે છાપી નજીક 10 દિવસ અગાઉ થયેલ કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદની પટેલ અશોકકુમાર અંબાલાલ આંગડિયા પેઢીનો સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો છાપી નજીક બસમાંથી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે આઠ જેટલી ટીમો બનાવી એક કરોડથી વધુનાં મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડયા છે. જેમાં એક આરોપી ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડાયો છે.
બનાસકાંઠા લૂંટ કેસના આરોપી કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા, કર્મચારીએ જ કરી નાખ્યો એવો કાંડ કે...

અલ્કેશ રાવ/બનાસકાંઠા : પોલીસે છાપી નજીક 10 દિવસ અગાઉ થયેલ કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદની પટેલ અશોકકુમાર અંબાલાલ આંગડિયા પેઢીનો સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો છાપી નજીક બસમાંથી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે આઠ જેટલી ટીમો બનાવી એક કરોડથી વધુનાં મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડયા છે. જેમાં એક આરોપી ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડાયો છે.

આંગડિયા પેઢીમાં દરરોજ કરોડો રૂપિયાના દાગીના તેમજ રોકડ રકમની આવન -જાવાન ખાનગી તેમજ સરકારી વાહનો અંતર્ગત થતી હોય છે. જેમાં દસ દિવસ અગાઉ અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસમાં આંગડિયા કર્મીઓ બેસીને કરોડો રૂપિયાના મુદામાલ સાથે મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે છાપી નજીક રાજસ્થાની સરકારી બસ ચા નાસ્તો કરવા ઊભી હતી તે દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારીઓ બસ નીચે ઉતરતા બસમાં રહેલો થેલો જેમાં સોનાના દાગીના તથા સોનાની લગડીઓ મળી કુલ રૂ.૨,૬૩,૯૯,૭૫૦/- નો મુદ્દામાલ હતો. આ બેગ આરોપીઓ સ્કોર્પિયો ગાડીમ લઈને ફરાર થઈ ગયા હતા. 

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આટલી મોટી ચોરી થતાં પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ટાવર સર્વેલન્સની સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે આ સમગ્ર ભેદ ઉકેલ્યો છે. જેમાં બનાસકાંઠા એસીબીમાં ફરજ બજાવતા અર્જુનસિંહ રાજપૂત નામના પોલીસકર્મીને બાતમીના આધારે આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો છે. આંગડીયા પેઢીનો કરોડો રૂપિયાના દાગીના ભરેલો થેલો છે. જે બાતમી આપનાર આંગડીયાપેઢીનો કર્મચારી હતો. જે જાણતો હતો કે દરરોજ સરકારી બસમાં કરોડ રૂપિયાના દાગીના લઇ આંગડિયા પેઢીના કર્મચારીઓ અવરજવર કરે છે. જે બાતમીના આધારે આરોપીઓ રાજસ્થાનથી અમદાવાદ અને અમદાવાદથી છાપી સુધી બ્લેક સ્કોર્પિયો લઈ પીછો કરતા હતા. જે સમય દરમ્યાન છાપી નજીક હોટલ પર બસ ઉભી રહેતા આરોપીઓ બસની બારીમાંથી થેલો ફેંકી ગાડીમાં લઈને ફરાર થયા હતા. સોનાના દાગીના આશરે 21.80 કીલોગ્રામ રૂ.94,32,600 તથા રોકડ 12,43,500 તથા પિસ્ટલ તથા કારતુસ તથા કાર મળી કુલ રૂ.1,09,86,400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર થયો છે.

બનાસકાંઠા પોલીસે આ સમગ્ર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાયો છે. બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચી પોલીસે એક કરોડથી વધુનો મુદ્દામાલ તેમજ રિવોલ્વર કબજે કરી છે. હજુ આ ચોરીના ગુના સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓ ફરાર છે. તેમજ તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવો પણ બાકી છે. પોલીસ ત્રણ આરોપીઓની શોધખોળ હાથધરી છે. આંગડીયા પેઢીની રેકી કરતાં તમામ આરોપીઓ યુવાન છે. યુવાની સમય જ આ પ્રકારના મોટા ગુનાઓને અંજામ આપતા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે. જોવાનું એ રહેશે કે હજુ દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવાનું બાકી છે. ત્યારે પોલીસ નાસતા ફરતા આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચે છે.

પકડાયેલ આરોપીઓ...
(૧) હાપુરામ ઉર્ફે હેપી કિશનલાલ વિશ્નોઇ (ડારા)
(૨) જયપાલસિહ ઉર્ફે મહેન્દ્રસિહ જબ્બરસિહ ચૌહાણ (રાજપુત)
(૩) ભાવેશકુમાર ઉર્ફે જોન્સન પોપટજી સોલંકી માળી

નાસતા ફરતા આરોપીઓ...
(૧) સુરેશ ઉર્ફે ટોપી લાધુરામ ઢાકા (વિશ્નોઇ)
(૨) પ્રવિણસિહ રાજેન્દ્રસિહ ચૌહાણ
(૩) ભજનલાલ મગારામ બેનીવાલ, વિશ્નોઇ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news