હમ 'આપ' કે હૈ કોન? સુરતના 5 આપ કોર્પોરેટરોએ આખરે કેસરિયા કર્યા

આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આજે ગાંધીનગર કમલમ્ ખાતે સુરતના 5 આપના કોર્પોરેટરોએ કેસરિયા કર્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની હાજરીમાં પાંચેય કોર્પોરેટર અધિકારીક રીતે ભાજપમાં જોડાયા હતા. 
હમ 'આપ' કે હૈ કોન? સુરતના 5 આપ કોર્પોરેટરોએ આખરે કેસરિયા કર્યા

સુરત : આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આજે ગાંધીનગર કમલમ્ ખાતે સુરતના 5 આપના કોર્પોરેટરોએ કેસરિયા કર્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની હાજરીમાં પાંચેય કોર્પોરેટર અધિકારીક રીતે ભાજપમાં જોડાયા હતા. 

આપના કોર્પોરેટર વિપુલ મોવલિયા, ભાવના સોલંકી, જ્યોતિકા લાઠીયા, મનીષા કુકડિયા અને રૂતા દુધાદ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે તમામ આપના નેતાઓએ વિધિવત્ત રીતે પક્ષમાં જોડાયા હતા. જેમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સઘવી અને ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પણ હાજર હતા. આ તમામ કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. 

ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર રૂતા દૂધાતરાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મારા પર ખુબ જ અત્યાચાર કર્યો છે. આ અત્યાચાર કરનારા તમામ સામે ફરિયાદ દાખલ કરીશ. બીજા કોર્પોરેટર ભાવના સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં અમારામાં આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ હતો. જો કે પાર્ટી દલિત અને ST સમાજ વિરોધી છે અને અમને પછાત ગણે છે. આ સમાજના કાર્યકરો સાથે ભેદભાવ ભર્યું વર્તન થાય છે. 
કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાએ કહ્યું હતું કે, અમે પૈસા લીધા હોય તો સાબિત કરી બતાવો. અમે દબાણને કારણે કંટાળીને પક્ષ છોડ્યો છે. અમારી પર દરેક વર્તન કેવી રીતે કરવું તેના માટે દબાણ થયું હતું. મનિષા કુકડિયાએ કહ્યું હતું કે, અમે કોઈ લોભ અને લાલચથી ભાજપમાં નથી ગયા પણ શહેરના વિકાસ માટે જ ગયાં છીએ. અમે જનતાની સાથે જ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news