ફિલ્મ 'પુષ્પા' ને પણ ટક્કર મારે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો; 500 કિલો ચંદનનું લાકડું જપ્ત કરાયું
Trending Photos
ચેતન પટેલ/સુરત: ફિલ્મ 'પુષ્પા' ની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એટીએસની ટીમને બાતમી મળી હતી કે સુરતના પુણા કુંભારીયા સ્થિત ટેકરા ફળિયાના એક મકાનના પાર્કિંગમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એટીએસ, સુરત એસ.ઓ.જી અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને મોટા જથ્થામાં ચંદનના લાકડા મળી આવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ વિનોદ પટેલ, ધીરુ આહીર અને વિજય ભરવાડ જણાવ્યું હતું. વિનોદનું ફાર્મ હાઉસ કામરેજ નજીક આવેલ છે, જ્યાં તેને ચંદનના વૃક્ષો વાવ્યા છે. વિનોદ ભાઈ એ આ ચંદનના લાકડા વેચવા માટે કોઈ સરકારી પરવાનગી લીધી નથી, તેમ છતાં આ ચંદનના લાકડાનો બારોબાર વહીવટ કરવાની ફિરાકમાં હતો. ખેડૂત ને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જો આ ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે મસમોટું કૌભાંડ બહાર આવશે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે