ચેતવણી : સુરતમાં કોરોનાએ આખેઆખા પરિવારને ઝપેટમાં લીધા, કેસમાં સીધો 33% નો વધારો થશે

સુરતમાં કોરોનાના વધતા કેસ (corona case) ના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે મોટી ચેતવણી (corona alert) સામે આવી છે. આગામી દિવસોમાં સુરતમાં કોરોનાના કેસમાં 33% સુધી વધારો થઈ શકે છે. સુરત (Surat) મ્યુનિસિપલ કમિશ્નરે આ મામલે લોકોને સાવચેત કર્યા છે. જોકે, સ્થિતિને પહોંચી વળવા પાલિકાએ તૈયારીઓ કરી લીધી છે. 
ચેતવણી : સુરતમાં કોરોનાએ આખેઆખા પરિવારને ઝપેટમાં લીધા, કેસમાં સીધો 33% નો વધારો થશે

ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાના વધતા કેસ (corona case) ના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે મોટી ચેતવણી (corona alert) સામે આવી છે. આગામી દિવસોમાં સુરતમાં કોરોનાના કેસમાં 33% સુધી વધારો થઈ શકે છે. સુરત (Surat) મ્યુનિસિપલ કમિશ્નરે આ મામલે લોકોને સાવચેત કર્યા છે. જોકે, સ્થિતિને પહોંચી વળવા પાલિકાએ તૈયારીઓ કરી લીધી છે. 

સુરતમાં 11 દિવસમાં 29 પરિવાર કોરોનાની ઝપેટમાં
સુરત પાલિકા દ્વારા કોરોનાની ત્રીજી લહેર (third wave) ને પહોંચી વળવા માટે 1082 વેન્ટિલેટર બેડ, 5298 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 7,890 બેડ ઊભા કરાયા છે. બીજી તરફ, કોરોના (corona case) એ આખેઆખા પરિવારને જ ઝપેટમાં લીધા છે. સુરતમાં 11 દિવસમાં 29 પરિવારો કોરોનાગ્રસ્ત થયા છે. 

માસુમ બાળકો પણ કોરોનાની ઝપેટમાં
સુરતમાં વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં કોરોના વકર્યો છે. ત્યારે આજે ગુરુવારના અપડેટ અનુસાર, સુરતમાં વધુ 78 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળાઓમાં અને કોલેજમાં કુલ 1012 જેટલા કેસ થયા છે. સુરતની અનેક યુનિવર્સિટી, પીટી સાયન્સ કોલેજ સહિત સ્કૂલમાં કોરોના ફેલાયો છે. કોરોના વરકતાં સ્કૂલો અને કોલેજ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news