સુરતના યુવકને નગ્ન ચેટથી આત્મહત્યા કરવા મજબૂર કરનાર સુંદર યુવતી નહિ, પણ યુવક નીકળ્યો

સુરતમાં તાજેતરમાં એક યુવકે નગ્ન ચેટ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે સુરત પોલીસે આ મામલે તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુવકને ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરનાર કોઈ સુંદર યુવતી નહિ પણ, યુવક નીકળ્યો છે. જેણે યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. ગુનામાં સંડોવાયેલ આરોપીને હરિયાણા ખાતેથી સાયબર ક્રાઇમ (cyber crime) સેલે ઝડપી પાડ્યો છે.

સુરતના યુવકને નગ્ન ચેટથી આત્મહત્યા કરવા મજબૂર કરનાર સુંદર યુવતી નહિ, પણ યુવક નીકળ્યો

તેજશ મોદી/સુરત :સુરતમાં તાજેતરમાં એક યુવકે નગ્ન ચેટ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે સુરત પોલીસે આ મામલે તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુવકને ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરનાર કોઈ સુંદર યુવતી નહિ પણ, યુવક નીકળ્યો છે. જેણે યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. ગુનામાં સંડોવાયેલ આરોપીને હરિયાણા ખાતેથી સાયબર ક્રાઇમ (cyber crime) સેલે ઝડપી પાડ્યો છે.

શું બન્યુ હતું....
સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ઓનલાઈન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેણે 31 ઓક્ટોબરે પોતાનો ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે રાંદેર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, મૃતકના ભાઈએ તેનો મોબાઈલ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. યુવકે નગ્ન ચેક વાયરલ થઈ જવાની બીકે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક યુવતી સાથે તેણે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. યુવતીએ તેનો બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતું. યુવતીએ યુવકનો બિભત્સ વીડિયો તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ, યુવતીએ બંને વચ્ચે થયેલી બિભત્સ વાતોની ચેટ પણ ખુલ્લી કરવી ધમકી આપી હતી. આ રીતે તેણે યુવક પાસેથી રૂપિયા પડાવવાનુ શરૂ કર્યુ હતું. યુવકે તેને 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. છતા તેણે વધુ રૂપિયાની માંગ કરી હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યાની ચીમકી આપી હતી. છતા યુવતીએ પોતાની માંગણી ચાલુ રાખી હતી. આખરે યુવકે મોતનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે આ મામલે રાંદેર પોલીસે તપાસ શરૂ કરી હતી.

સાયબર ક્રાઈમ અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એક અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ ઉપર _ _shreya097 નામનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાંથી સુરતના રાંદેરમાં રહેતા યુવક સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વાતચીત કરી હતી. પોતે છોકરી હોવાની ઓળખાણ આપી મેસેજ કર્યા હતા. આ સાથે જ બિભત્સ વાતચીત પણ કરી યુવકને ઉત્તેજીત કરી વીડિયો કોલ કરી તેનો બિભત્સ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો યુવકને વોટ્સએપ નંબર ઉપર મોકલી તેઓના સગા સંબંધી તથા મિત્રોને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે જ વીડિયો ડિલીટ કરવા બળજબરીથી રૂપીયાની માંગણી કરી હતી. જેથી યુવકે PAYTM એકાઉન્ટ દ્વારા રૂ.૨૦,૦૦૦ મોકલી આપ્યા હતા. છતાં સામેથી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેનાથી કંટાળી યુવકે પોતાના ફ્લેટમાં પંખાના હુક સાથે દોરી બાંધી આપઘાત કરતો હોવાનો ફોટો મોકલ્યો હતો. તેમ છતાં પણ વીડિયો ડિલીટ કરવા માટે વધુ રૂ.૫,૦૦૦ની માંગણી કરી હતી, અને જો ૫,૦૦૦ નહીં મોકલે તો તેઓની બહેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વીડિયો મોકલવાની ધમકી આપી હતી, જેથી યુવકે આત્મહત્યા કરી લીધી હતી. 

No description available.

સમગ્ર ઘટના અંગે યુવકના ભાઈની ફરિયાદ પર પોલીસે ઇ.પી.કો. કલમ-૩૦૬, ૩૮૪, ૫૦૭ તથા આઇ.ટી એક્ટ કલમ-૬૬(સી), ૬૬(ડી), ૬૬(ઇ), ૬૭ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર મામલે સાઈબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હરિયાણાના સાબાદ નામના યુવકની ધરપકડ કરી છે. જેનુ નામ સાબાદ હોવાનું ખૂલ્યુ છે. સાબાદ એમ ટેકનો અભ્યાસ કરે છે. તપાસમાં સામે આવ્યું છે કે સાબાદ ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાના નામનું ખોટું એકાઉન્ટ બનાવે છે. ત્યારબાદ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી તેઓ સાથે બિભત્સ વાતચીત કરી વીડિયો કોલ કરી બિભત્સ અંગો બતાવી ઉત્તેજીત કરે છે. બાદમાં તે વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી લે છે. આખરે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા માંગતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news