મોટી સૂચના : વિદ્યાર્થીને શારીરિક કે માનસિક ત્રાસ આપનાર સ્કૂલની માન્યતા રદ કરાશે
Surat District Education Officer Notification : વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપશે તો જિલ્લા શિક્ષણાધિકારાની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને ધ્યાને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકે છે
Trending Photos
Surat District Education Officer Notification : વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપશે તો જિલ્લા શિક્ષણાધિકારાની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને ધ્યાને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકે છે
Surat News : સુરત જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ, કોઈ પણ શિક્ષક કે શાળા બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકશે નહિ. જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મ વિશ્વાસ ગુમાવી બેસે છે. જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે તેવુ પરિપત્રમાં જણાવાયું છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભરગીરથસિંહ પરમારે પરિપત્ર બહાર પાડવા સાથે જણાવ્યું હતું કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઇ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આર્ટિસ્ટ એકટ 2009ની કલમ 17ની જોગવાઈ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. છતાં જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આથી આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. દરમિયાન આવી કોઈ ઘટના સામે આવશે તો પહેલા સ્કૂલને નોટીસ અપાશે, જો તે પછી પણ ઘટના બનશે તો પેનલ્ટી થશે અને ફરી ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર શિક્ષણ અને શિક્ષણની કામગીરીને લગતી બાબતોને લઇને વિવાદો ઉભા થયા છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ પ્રકારના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે