તમે તો ખરીદ્યા નથી ને મુઘલકાળના સોનાના સિક્કા, ઉલ્લું બનતાં પહેલાં વાંચી લો
સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સોના જેવા દેખાતા સિક્કા મુગલ સમયના હોવાનું કઈ લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થયા હોવાની વિગતો સામે આવતા પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. જેમાં બે પુરુષ સહિત એક મહિલાનો સમાવેશ થાય છે.
Trending Photos
તેજશ મોદી, સુરત: ગુજરાતીમાં એક કહેવત છે, લોભ્યા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે. જી હાં સોના જેવા દેખાતા સિક્કાઓ મુગલ સમયના હોવાનું જણાવી એક સોનાનો સાચો સિક્કો બતાવી વિશ્વાસમાં લઈ પોતાની પાસે રહેલ અને અન્ય સોનાના નકલી સિક્કા પધરાવી લાખો રૂપિયાની રકમ પડાવી છેતરપિંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સભ્યોને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સોના જેવા દેખાતા સિક્કા મુગલ સમયના હોવાનું કઈ લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થયા હોવાની વિગતો સામે આવતા પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. જેમાં બે પુરુષ સહિત એક મહિલાનો સમાવેશ થાય છે. પકડાયેલી ગેંગ પાસેથી પોલીસે નકલી 250 સોના જેવા દેખાતા સિક્કા સહિત 9 લાખનો મુદ્દા માલ કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. સોના જેવા દેખાતા સિક્કા મુગલ સમયના હોવાનું જણાવી ખોટા સિક્કાઓ પધરાવી લોકો પાસેથી રોકડ રકમ પડાવતી ટોળકી સુરતના રાંદેર વિસ્તારમાં સક્રિય થઈ હતી.
જો કે આ મામલે સુરત પોલીસને અવારનવાર ફરિયાદ મળતી હતી આ ફરિયાદ આધારે સુરત પોલીસે વોચ ગોઠવી હતી. જો કે આ આ ગેંગમાં બે પુરુષ સહિત એક મહિલા હતી. જેવો એકબીજાના સાથે મેળાપીપણાથી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીએ એકબીજા અલગ અલગ દુકાન ઉપર થી દુકાનદારોને લલચાવી પોતાની માયાજાળમાં ફસાવતા હતા. પોતાની પાસે રહેલ સોના જેવા દેખાતા સિક્કાઓ મુગલ સમયના હોવાનું જણાવી એક સોનાનો સાચો સિક્કો બતાવી વિશ્વાસમાં લઈ પોતાની પાસે રહેલ અને અન્ય સોનાના નકલી સિક્કા પધરાવી તેમની પાસેથી રકમ પડાવી છેતરપિંડી કરતા હોવાની માહિતી સામે આવી હતી.
આ વિગતોના આધારે પોલીસે વોચ રાખીને મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં સચિન ખાતે રહેતા દીપક ઉર્ફે રમેશ હીરાલાલ શર્મા ,મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી અને હાલમાં સચિન ખાતે રહેતા શંભુ રૂપે શંકર મોહનભાઈ બગેલ તથા મહારાષ્ટ્રના જલગાવ ખાતેની વતની અને હાલ સચિન વિસ્તારમાં રહેતી નીતા ઉર્ફે ગીતા કનૈયા રાયની પોલીસે ધરપકડ કરી હતી.
જો કે આ લોકોની પૂછપરછ કરતા જ પોતે કરેલા ગુનાની કબુલાત કરી હતી. મુઘલ સમયના સોના જેવા દેખાતા નકલી 250 સિક્કા સાથે 9 લાખ રૂપિયા રોકડા કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પકડાયેલી ગેંગના ત્રણેય સભ્યો ભૂતકાળમાં કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે