આજથી શુક્ર બનશે ખુબ જ પાવરફૂલ, 25 ડિસેમ્બર સુધી આ રાશિઓનો ડંકો વાગશે, છપ્પરફાડ ધનલાભ થશે

શુક્ર ગ્રહ આજે 30 નવેમ્બરથી ખુબ જ પાવરફૂલ થઈ રહ્યો છે અને પોતાની જ તુલા રાશિમાં આવીને હવે શુક્ર ગ્રહ પોતાની પૂરેપૂરી ચમક દેખાડવાનો છે. 30 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી પૂરા 25 દિવસ સુધી આ બ્રહ્માંડમાં હવે શુક્ર ગ્રહનો ડંકો વાગતો જોવા મળશે. શુક્ર ગ્રહ જ્યારે જ્યારે પોતાની તુલા રાશિમાં ગોચર કરે છે ત્યારે સારું ફળ આપે છે. કેટલાક લોકોની કુંડળીમાં કરોડપતિ થવાના પણ યોગ બનાવે છે. અનેક લોકોને લોટરી લાગી જાય છે.

આજથી શુક્ર બનશે ખુબ જ પાવરફૂલ, 25 ડિસેમ્બર સુધી આ રાશિઓનો ડંકો વાગશે, છપ્પરફાડ ધનલાભ થશે

શુક્ર ગ્રહ આજે 30 નવેમ્બરથી ખુબ જ પાવરફૂલ થઈ રહ્યો છે અને પોતાની જ તુલા રાશિમાં આવીને હવે શુક્ર ગ્રહ પોતાની પૂરેપૂરી ચમક દેખાડવાનો છે. 30 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી પૂરા 25 દિવસ સુધી આ બ્રહ્માંડમાં હવે શુક્ર ગ્રહનો ડંકો વાગતો જોવા મળશે. શુક્ર ગ્રહ જ્યારે જ્યારે પોતાની તુલા રાશિમાં ગોચર કરે છે ત્યારે સારું ફળ આપે છે. કેટલાક લોકોની કુંડળીમાં કરોડપતિ થવાના પણ યોગ બનાવે છે. અનેક લોકોને લોટરી લાગી જાય છે. એટલે કે શુક્ર મહેરબાન થઈને છપ્પરફાડ ધન આપવા લાગે છે. 30 નવેમ્બરના રોજ શુક્ર ગ્રહ જ્યારે પોતાની તુલા રાશિમાં ગોચર કરશે તો અનેક રાશિઓના નસીબ પલટાતા જોવા મળશે અને આ રાશિઓને શુક્રના આ ગોચરથી મોટા સમાચાર મળશે. કોઈ સારા સમાચાર મળશે. જીવનમાં કઈ ખાસ થશે. કોઈ લાંબા સમયથી અધૂરી રહેલી મનોકામના પૂરી થશે એટલે કે કેટલીક રાશિઓના ચહેરા પર ખુશીઓ ભરેલી ચમક પણ આવશે. 

જ્યોતિષમાં શુક્ર ગ્રહ પ્રેમ, રોમાન્સ, ધન દૌલત, વિલાસિતા, ઐશ્વર્ય, સ્ત્રી સુખ, વાહન સુખ અને પ્રેમ સુખનો કારક માનવામા આવે છે. શુક્ર ગ્રહ આપણને ભૌતિક સુખ આપે છે. કળા અને પ્રતિભા આપે છે એટલે કે આર્ટિસ્ટિક નેચર આપે છે. ઓપોઝિટ સેક્સને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા આપે છે. શુક્રને અંગ્રેજીમાં વીનસ પણ કહે છે અને વીનસનો અર્થ થાય છે સૌંદર્યની દેવી. 

જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે તે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના સુખ સુવિધાઓ મળે છે. તે વ્યક્તિ લખલૂટ ધન સંપત્તિનો માલિક બને છે. લક્ઝરી લાઈફ જીવે છે. તેના જીવનમાં ભરપૂર પ્રેમ હોય છે. તેની પર્સનાલિટીમાં ગજબનું આકર્ષણ હોય છે. આવા જાતકનો પાર્ટનર સાથે પ્રેમ યથાવત રહે છે. આવા લોકોને બ્રાન્ડેડ વસ્તુઓમાં રસ હોય છે. મોંઘા કપડાં, મોંઘી ઘડિયાળ, મોંઘા મોબાઈલ, લક્ઝરી ગાડી રાખવાનો તેમનો શોખ હોય છે. 

શુક્ર 30 નવેમ્બરની રાતે 12.05 વાગે પોતાની નીચ કન્યા રાશિમાંથી બહાર આવીને તુલા રાશિમાં ગોચર કરશે. જે શુક્રમની મૂળ ત્રિકોણ રાશિ પણ છે. 30 નવેમ્બરના રોજ શુક્રની નીચતા પણ સમાપ્ત થશે. કારણ કે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં નીચ માનવામાં આવે છે. તુલા રાશિ અને વૃષભ  રાશિ શુક્રની પોતાની રાશિઓ છે જ્યારે મીન રાશિમાં શુક્ર ઉચ્ચ સ્થિતિમાં હોય છે. શુક્ર ગ્રહ જ્યારે પણ વૃષભ રાશિ, તુલા રાશિ અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે છપ્પરફાડ ધન આપે છે. શુક્ર કઈ રાશિઓને ફાયદો કરાવશે તે ખાસ જાણો....

વૃષભ રાશિ
વૃષભ શુક્રની પોતાની રાશિ છે. શુક્રનું આ ગોચર વૃષભવાળા માટે ખુબ શુભ રહેશે. વૃષભ રાશિવાળાને અપ્રત્યાશિત ધનલાભ થશે. આ સાથે જ સુખ અને ઐશ્વર્યના સાધનોમાં વધારો થશે. બિઝનેસમાં ઉધાર નાણા પાછા આવશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થશે જે સકારાત્મક સાબિત થશે. બધુ મળીને શુક્રનું આ રાશિ પરિવર્તન વૃષભ રાશિવાળા માટે ભાગ્યવર્ધક અને ફાયદાકારક સાબિત થશે. 

મિથુન રાશિ
બીજી ભાગ્યાશાળી મિથુન છે. શુક્રની મિત્ર રાશિ છે. મિથુન રાશિવાળાને શુક્ર આ દરમિયાન દરેક ક્ષેત્રે સારા પરિણામ આપશે. પોતાને સાબિત કરવાની સારી તક આપશે. કરિયરમાં સારી પ્રગતિ થશે. જીવનમાં સંતુષ્ટિનો અહેસાસ થશે. બિઝનેસમાં નફો થશે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. કૌટુંબિક જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થશે. જેનાથી ઘરમાં માહોલ ખુબ જ પોઝિટિવ રહેશે. ખુશી રહેશે અને લાંબા સમયથી અટકેલા કામો છે તે પૂરા થશે. 

સિંહ રાશિ
શુક્રના આ ગોચરથી સિંહ રાશિવાળાના આર્થિક જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. નોકરીમાં પદોન્નતિની સાથે પગારમાં વધારો થઈ શકે છે. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળશે. આ દરમિયાન સુખના સાધનમાં વધારો જોવા મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી જોવા મળશે. કરજમાંથી મુક્તિ મળી શકે છે. વેપારમાં જબરદસ્ત સફળતા મળી શકે છે. જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેમને આ સમયગાળામાં શુભ સમાચાર મળશે. 

કન્યા રાશિ
ચોથી ભાગ્યશાળી રાશિ કન્યા છે. કરિયરમાં સફળતા અપાવશે. સીનિયર્સનો સાથ મળશે. સંતોષકારક પ્રગતિ થશે. પરિવારનો સાથ જળવાઈ રહેશે. અપરણીત લોકોના લગ્ન થઈ શકે છે. વૈવાહિક સુખ મળશે. ધન પ્રાપ્તિ થશે. ભાગ્યનો સાથ મળવાથી વિદેશ જવાનો રસ્તો ખુલશે. પિતાનો પણ પૂરો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા વધશે. 

તુલા રાશિ
શુક્રના ગોચરથી તુલા રાશિનો પણ ભાગ્યોદય થશે. અચાનક ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કાર્યક્ષેત્રે આવેલી અડચણો દૂર થશે. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો સારા પેકેજ પર બીજી જગ્યાએ સ્વીચ થઈ શકે છે. મૂડ પણ રોમેન્ટિક રહેશે અને લવ લાઈફ પણ સારી થશે. રોમાન્સ કરવા માટે  તક મળશે. સોશિયલ મીડિયા પર કોઈ પરિચય તમારો ભાવનાત્મક રિલેશનમાં પણ ફેરવાઈ શકે છે. 

ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે શુક્રનું ગોચર આવકમાં વધારો  કરશે અને તમારા રૂતબામાં વધારો કરશે. કૌટુંબિક જીવનમાં સુખ રહેશે અને તમે કોઈ લક્ઝરી આઈટમ ખરીદી શકો છો. કોઈ નવું વાહન ખરીદી શકો છો. કોઈ નવો ફ્લેટ ખરીદી શકો છો. ક્યાંક હરવા ફરવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. તમારો મૂડ સારો રહેશે. એનર્જીથી ભરપૂર રહેશો. આ સમયગાળામાં ધનુ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ મળશે અને મહેનતનો સારો લાભ પણ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news