સુરતમાં મોટી દુર્ઘટના; ઘરમાં ટીવી જોઈ રહેલા કાપડના વેપારી પર મકાનનો સ્લેબ ધરાશાયી, કરૂણ મોત
સુરત શહેરના બેગમપુરા કડિયા વાલી શેરીમાં 65 વર્ષીય રાજેન્દ્ર મધનલાલ આરીવાલા પત્ની ગીતા સાથે રહે છે. આજ રોજ પત્ની બહાર બજારમાં ગયા હતા. પતિ રાજેન્દ્ર ઘરના ગ્રાઉન્ડ ફ્લોર ના હોલમાં ટીવી જોતા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના બેમપુરા કડીયા શેરીમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતા 65 વર્ષીય વેક્તિનું મોત નીપજ્યું છે. 70 વર્ષ જૂનું જર્જરીત મકાનમાં દંપતિ રહેતા હતા. અચાનક પહેલા માળનો સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોર પર પડતા ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો. ઘરમાં ટીવી જોઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધનું દબાય જવાથી મોત નીપજ્યું હતું.
સુરત શહેરના બેગમપુરા કડિયા વાલી શેરીમાં 65 વર્ષીય રાજેન્દ્ર મધનલાલ આરીવાલા પત્ની ગીતા સાથે રહે છે. આજ રોજ પત્ની બહાર બજારમાં ગયા હતા. પતિ રાજેન્દ્ર ઘરના ગ્રાઉન્ડ ફ્લોર ના હોલમાં ટીવી જોતા હતા. અચાનક ઘરનો પહેલા માળનો સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોર પર પડતા ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો. રાજેન્દ્રભાઈ પોતાનો બચાવ કરે તે પહેલાં જ સ્લેબ તેમની પર પડી જતા દબાઈ ગયા હતા. ઘટનાને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ફાયરને જાણ કરાઈ હતી.
ઘટનાને મનપા મેયર, ફાયરની ટિમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મકાનના સ્લેબમાં દબાઈ ગયેલા વૃદ્ધને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હજાર તબીબોએ મૂતક જાહેર કર્યો હતો. ઘટનાને પરિવાર લોકો પણ દોડી આવ્યા હતા.રાજેન્દ્ર ભાઈને મૂર્તક હાલતમાં જોઈ પરીવારના લોકો ચોકી ઉઠ્યા હતા.હાલ મહાનગરપાલિકાની ટીની સ્થળે પહોંચી જર્જરીત મકાનનો સ્લેપ નો ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
મૂતક રાજેન્દ્રભાઈ આરીવાલા મૂળ સુરતના જ વતની છે.કતારગામ જીઆઇડીસીમાં કાપડની ફેક્ટરી ધરાવતા હતા. શહેરના બેગમપુરા કડિયા વાલી શેરીમાં છેલ્લા કેટલાક વર્ષથી પત્ની ગીતા સાથે રહેતા હતા. પુત્ર અને પુત્રી બંનેના લગ્ન થઈ ગયા છે. આજ રોજ અચાનક 70 વર્ષ જૂનું મકાનનો સ્લેબનો ભાગ ધરાસાઈ થઈ જવાથી રાજેન્દ્રભાઈનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે