સુરતમાં પ્રદૂષણ અટકાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો, સ્મશાનગૃહ જેવી ભઠ્ઠીઓ બનશે, જાણો કેમ
રેલા જાનવરોનો નિકાલ માટે અને તેના કારણે થતું પ્રદૂષણ અટકાવવા સ્મશાન ગૃહ જેવી ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કરાયો છે. વર્ષો બાદ કેન્દ્રની ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે. અગાઉ પીપીપી ધોરણે આ કામના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
Trending Photos
ચેતન પટેલ/ સુરત: સુરતમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મરેલા જાનવરોનો નિકાલ માટે અને તેના કારણે થતું પ્રદૂષણ અટકાવવા સ્મશાન ગૃહ જેવી ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કરાયો છે. વર્ષો બાદ કેન્દ્રની ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે. અગાઉ પીપીપી ધોરણે આ કામના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે સુરતના કતલખાનાઓમાંથી દરરોજ ચારથી પાંચ મેટ્રિક ટન જેટલો કચરો પેદા થાય છે. આ કચરાનો સુરતમાં આડેધડ નિકાલ કરવામાં આવે છે. મરેલા જાનવરોના નિકાલ માટે હાલમાં સુરત સહિત અનેક જગ્યાઓએ કાયમી કોઈ વ્યવસ્થા નથી. પરંતુ પહેલી વખત મરેલા જાનવર અને કતલખાનામાનો વેસ્ટના નિકાલ માટે પ્લાન્ટટ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મરેલા જાનવરો અને કતલખાનાનો વેસ્ટનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો ફરજિયાત છે. જેના માટે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન બે અંતર્ગત શહેરોને ગ્રાન્ટ આપવાની જાહેર કરી છે. પાલિકાએ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કતલખાનાના વેસ્ટ અને મરેલા જાનવરના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે બાયોમીથેનેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કર્યું છે.
અગાઉ પીપીપી ધોરણે પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતા
આ કામગીરી માટે પાલિકાએ બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી હતી. પરંતુ તેમાં કોઈએ રસ દાખવ્યો નહોતો. જેના કારણે આખરે પાલિકાએ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ કામગીરી હાથ ધરવા કવાયત હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે આ પ્લાન્ટ પાછળ લગભગ 8 કરોડના ખર્ચ થશે. આરોગ્ય સમિતિની બેઠકમાં આ કાગીરીના અંદાજને બહાલી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે