સુરક્ષીત ગુજરાત: અહિંસા માટે ઓળખાતા જૈન ધર્મની સાધ્વીઓ હથિયાર ઉઠાવવા મજબુર

સુક્ષ્મમાં સુક્ષ્મ જીવને પણ કોઇ નુકસાન ન થાય તેવો પ્રયાસ કરતા જૈન સાધુઓએ હવે લાઠી ઉઠાવવાનો વારો આવ્યો છે, તે પણ જૈન મુખ્યમંત્રીના સમયમાં 

સુરક્ષીત ગુજરાત: અહિંસા માટે ઓળખાતા જૈન ધર્મની સાધ્વીઓ હથિયાર ઉઠાવવા મજબુર

અમદાવાદ : આમ તો જૈન ધર્મની ઓળખ એક ખુબ જ શાંત અને અહિંસક ધર્મ તરીકે થાય છે. એટલે સુધી કે જૈન ધર્મમાં હવામાં રહેલા સુક્ષ્મ જીવોને પણ નુકસાન ન થાય તે માટે શ્રાવકો તથા સાધુઓને તકેદારી કરાવામાં આવી છે. ખાસ કરીને જૈન સાધુઓ તો હવામાં રહેલા જંતુઓ કે પછી જમીન પર ચાલે ત્યારે જમીન પરનાં જંતુઓને કોઇ નુકસાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખતા હોય છે. આટલી હદ સુધી અહિંસક ધર્મનાં સાધુઓએ હવે લાકડી ઉપાડવાનો વારો આવ્યો છે. 

ગુજરાતનાં કથિત મોડેલો જ્યારે આખા દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે તેનુ એક કાળુ પાસુ પણ છે. હાલ ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે જૈન સમુદાયમાંથી આવે છે. જો કે આપ જે આ ચિત્રો જોઇ રહ્યા છો તેમાં જૈન સાધ્વીઓ સેલ્ફ ડિફેન્સ (સ્વરક્ષા) શીખી રહી છે. નાનામાં નામા સુક્ષ્મ જીવને પણ નુકસાન ન થાય તેની તકેદારી રાખનાર જૈન સાધુઓએ હવે શસ્ત્ર ઉગામવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કહેવાતી મહિલા સુરક્ષા વચ્ચે એક જૈન સાધ્વીની છેડતીની ઘટના સામે આવી છે. 

અગાઉ પણ જૈન સાધ્વી પર હુમલાથી માંડીને છેડતી સહિતની અનેક ઘટનાઓ બનતી રહે છે. જેથી હવે પોતાની રક્ષા પોતે જ કરવી પડશે તેવું સમજી ચુકેલ જૈન સમાજ અને જૈન સાધુઓએ હવે સેલ્ફ ડિફેન્સની ટેક્નીક શિખવાની ચાલુ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં કૈલાશ નગર ખાતે આરધના ભવનમાં જૈન સાધ્વીઓને સેલ્ફ ડિફેન્સ અને પોતાની સાથે રહેલા સામાનની સુરક્ષા કઇ રીતે કરવી તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

એક કહેવત અનુસાર સાધુ તો ચલતા ભયા પરંતુ હવે ચાલતા સાધુને પણ કાંકરી ચાળો થાય છે. મહિલાઓની સુરક્ષાને કોરાણે મુકીએ તો હવે સાધ્વીઓ પણ સુરક્ષીત નથી. 50થી વધારે સાધ્વીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિગં આપવામાં આવી છે. આગામી આ કાર્યક્રમનો દોર લંબાવવામાં આવે તેવું પણ આયોજન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news