15 ઓગસ્ટ પછી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા નિર્ણય લઈશું : શિક્ષણમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 6 થી 8નાં ઓફલાઈન વર્ગો (offline class) શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, હાલ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી. 15 મી ઓગસ્ટ પછી ધોરણ 6 થી 8 ની સ્કૂલ ખૂલવા સંદર્ભે નિર્ણય રાજ્ય સરકાર કરશે. 

15 ઓગસ્ટ પછી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા નિર્ણય લઈશું : શિક્ષણમંત્રી

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 6 થી 8નાં ઓફલાઈન વર્ગો (offline class) શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, હાલ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી. 15 મી ઓગસ્ટ પછી ધોરણ 6 થી 8 ની સ્કૂલ ખૂલવા સંદર્ભે નિર્ણય રાજ્ય સરકાર કરશે. 

તો તૌકતે વાવાઝોડા બાદ હજી સુધી અસરગ્રસ્તોને સહાય કરાઈ નથી તે મામલે થયેલા વિવાદ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, તૌકતે વાવાઝોડામાં રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતા વધુ સહાય આપી છે. તેથી હવે રિ-સરવેની કામગીરી હાથ નહિ ધરાય. ખેડૂતોને સંતોષ થાય તે રીતે બધી કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે નહીં

મુખ્યમંત્રીની સરકારના પાંચ વર્ષની ઉજવણી વિશે તેમણે કહ્યું કે, સરકારે સફળતાના પાંચ વર્ષ પુરા કર્યા તે નિમિત્તે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન કામનો હિસાબ આપવા માટે અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા માટે નવ દિવસના સેવાયજ્ઞનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. 3 ઓગસ્ટે પ્રધાનમંત્રી અને 7 ઓગસ્ટે ગૃહમંત્રી તેમાં જોડાયા હતા. પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ બંને મહાનુભાવોએ અભિનંદન અને શુભેચ્છા આપી. 2 ઓગસ્ટે મુખ્યમંત્રીના જન્મદિવસને સંવેદના દિવસ તરીકે સેવા યજ્ઞના રૂપમાં ઉજવ્યો. પાંચ વર્ષની ઉજવણીના સફળ કાર્યક્રમોને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ કેબિનેટમાં અધિકારીઓને પણ અભિનંદન આપ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news