ચોરીની 35 બાઈક સાથે પકડાયો સુરતી ચોર, હીરા કારખાનાના પાર્કિંગમાં પડેલી ગાડીઓને ટાર્ગેટ બનાવતો

ચોરીની 35 બાઈક સાથે પકડાયો સુરતી ચોર, હીરા કારખાનાના પાર્કિંગમાં પડેલી ગાડીઓને ટાર્ગેટ બનાવતો
  • સુરતના ચોરે 35 જેટલી બાઇક સુરત અને બહારથી અલગ અલગ જગ્યાએ ચોરી કરી
  • હીરાના કારખાનાના કર્મચારીઓની બાઈક ચોરવી સરળ હોવાથી આરોપીએ તેમને ટાર્ગેટ બનાવી 

ચેતન પટેલ/સુરત :સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીની ઘટના બની રહી હતી. આવામાં વરાછા પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પોલીસે ચોરીની 35 બાઇક અને 5 થી વધુ બાઇકના એન્જિન કબ્જે કર્યા છે. આ ટોળકી મોજશોખ માટે બાઈક ચોરી કરી તમામ સ્પેરપાર્ટ અલગ કરી વેચતી હતી. આ ટોળકી સાથે એક ગેરેજવાળો પણ ગુનામાં જોડાયેલો હતો. 

સુરતના ચોરે 35 બાઈક ચોરી 
વરાછા પોલીસ સ્ટેશનની બહાર પાર્કિંગમાં પડેલી અસંખ્ય બાઇક જોઈને એવું લાગશે કે, પોલીસ દ્વારા કોઈ અલગ અલગ ગુનામાં કબ્જે કરાયેલી બાઈક પડી હશે. પણ ખરેખર એવું નથી. એક જ વ્યક્તિએ આ તમામ બાઇક એટલે કે 35 જેટલી બાઇક સુરત અને બહારથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરી છે. જેથી વરાછા પોલીસે આરોપી અરવિંદ મારડીયાને ઝડપી પાડ્યો છે. જેથી પૂછપરછમાં એક પછી એક હકીકત બહાર આવી તો થોડા સમય માટે પોલીસ પણ ચોંકી હતી. કારણ કે જે રીતે બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા એક બે ત્રણ નહિ પણ, 35 બાઇક ચોરી કરી. આરોપીએ એક જગ્યાએ તમામ બાઈક ભેગી કરી હતી. જેથી પોલીસે તમામ બાઇક કબ્જે કરી છે. 

ચોરી કરેલી અનેક બાઈક સૌરાષ્ટ્રમાં વેચી 
વરાછા પોલીસને માહિતી મળી હતી કે, સુરતના વરાછા વિસ્તારમાં એક ઈસમ ગેરેજ સંચાલક સાથે મળીને ચોરેલી બાઇકનું લે વેચ કરે છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા બોમ્બે માર્કેટ પાસેથી અરવિંદ મારડીયાની અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીની 11 બાઇક કબ્જે કરી હતી. બાદમાં વધુ પૂછપરછ કરતા અરવિંદના ગેરેજ સંચાલક મિત્ર પાસે પણ કેટલીક બાઈક પડી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગેરેજ સંચાલક  અશોક કોરડીયા પાસેથી પણ ચોરીની વધુ 11 બાઇક કબજે કરી છે. પોલીસે તમામ બાઇકો કબ્જે કરી ગેરેજ સંચાલક અશોક છગન કોરડીયાની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં તેણે કહ્યું કે, તેઓએ ચોરેલી બીજી કેટલીક ચોરી કરેલી બાઇક સૌરાષ્ટ્રમાં વેચી હતી. આ માહિતી મળતા પોલીસની એક ટીમ સૌરાષ્ટ્ર ગઈ હતી.

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 

જે બાઈક ન વેચાતી, તેના એન્જિન વેચતો 
આમ વરાછા પોલીસની પૂછપરછ એક પછી એક ચોરાયેલી બાઇકની સંખ્યામાં વધારો થતો ગયો હતો. પોલીસે આરોપીને સાથે રાખીને જુનાગઢ અને અમરેલી જિલ્લામાં વેચલી 13 જેટલી ચોરીની બાઇક કબ્જે કરી હતી. તો સાથે જ ગેરેજ માલિક પાસેથી પણ 5 જેટલા બાઈકના એન્જિન મળી આવ્યા હતા. આખી ઘટનામાં પોલીસે તપાસ કરતા યુવક બેકાર હોવાથી ચોરી કરતો હતો તેવુ જાણવા મળ્યું. જે બાઇક ન વેચાય તેને ગેરેજમાં એન્જિન અલગ કરી અલગ અલગ સ્પેરપાર્ટ વેચતો હતો. જેથી પોલીસને પણ શંકા ન જાય. 

હીરાના કારખાના બહારની બાઈક ચોરી કરતો હતો અરવિંદ
આરોપી અરવિંદે જેટલી પણ બાઈક ચોરી કરી, તે તમામ વરાછા વિસ્તારમાંથી જ ચોરી કરી છે. મોટાભાગની બાઇક વરાછા અને કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કરેલી છે. કારણ કે વરાછા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હીરાના કારખાના આવેલા છે. અહી કર્મચારીઓ પોતાની બાઇક ઓફિસ બહાર પાર્ક કરી સવારે ઓફિસમાં જાય અને રાત્રિના બહાર આવતા હોય છે. જેથી બાઈક ચોરી કરવામાં સરળતા રહેતી હતી. મોટા પ્રમાણમાં બાઇક પાર્ક કરાયેલી હોય ત્યાંથી એક બે બાઇક ચોરી કરતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news