સુરત: OLX ઠગનું અપહરણ થયું, પોલીસે બચાવ્યા બાદ તેણે કર્યા મોટા ગોટાળા

OLX પરથી મોબાઇલની ખરીદી કરી લોકો સાથે ગોટાળા કરીને મેળવેલો મોબાઇલ ફોન ખરીદનારને વેપારીઓ પાસે  પોલીસ પહોંચી અને મોબાઇલ ફોન ખરીદનાર વેપારીઓ પાસે પોલીસ પહોંચી અને મોબાઇલ કબ્જે કર્યા હતા. તો મોબાઇલ વેપારીએ પૈસા વસુલવા ઠગાઇ કરી મોબાઇલ વેચવાર ઢગબાજનું અપહરણ કર્યું હતું. હાલમાં પોલીસે અપહરણ કરેલા ઠગને છોડાવી અપહરણનો ગુનો નોંધીને 7 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. 
સુરત: OLX ઠગનું અપહરણ થયું, પોલીસે બચાવ્યા બાદ તેણે કર્યા મોટા ગોટાળા

સુરત : OLX પરથી મોબાઇલની ખરીદી કરી લોકો સાથે ગોટાળા કરીને મેળવેલો મોબાઇલ ફોન ખરીદનારને વેપારીઓ પાસે  પોલીસ પહોંચી અને મોબાઇલ ફોન ખરીદનાર વેપારીઓ પાસે પોલીસ પહોંચી અને મોબાઇલ કબ્જે કર્યા હતા. તો મોબાઇલ વેપારીએ પૈસા વસુલવા ઠગાઇ કરી મોબાઇલ વેચવાર ઢગબાજનું અપહરણ કર્યું હતું. હાલમાં પોલીસે અપહરણ કરેલા ઠગને છોડાવી અપહરણનો ગુનો નોંધીને 7 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુાર કાપોદ્રા મરઘા કેન્દ્રના સાગર સોસાયટીમાં રહેતા અમરેલીનાં લીલીયાના વતની અમીત ભરતભાઇ હિરપરા મહિધરપુરામાં આવેલા ઓબીસી નામની મેડિકલ એજન્સીમાં દવા આપવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે લોકડાઉન બાદ ઓએલએક્સ વેબાઇટ પરથી અલગ અલગ સાત વ્યક્તિઓનો સંપર્ક કરી તેઓને સેમસંગ તથા એપલ કંપનીના મળી કુલ સાત મોબાઇલ, ખોટા બેંક ટ્રાન્ઝેક્શનના મેસેજ બતાવી ખરીદી લીધા હતા. 

આ છેતરપિંડીથી ખરીદેલા મોબાઇલ વરાછા ખાંડ બજારમાં પોદ્દાર આર્કેડમાં અલગ અલગ મોબાઇલની દુકાનમાં વેચ્યા હતા. છેતરપિંડીનો ભોગન બનનારા વ્યક્તિઓએ ઠગબાજ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેણે જ્યાં જ્યાં મોબાઇલ વેચ્યા તે તમામ દુકાનદારો પાસેથી મોબાઇલ કબ્જે કર્યા હતા. આ ઘટના બાદ ઠગ જામીન પર છુટી ગયો હતો. 

જો કે આ ઠગ બપોરે 2 વાગ્યે સરથાણા જકાતનાકા પાસે પોતાનાં મિત્ર રાજુ ગજેરાને મળવા માટે ગયો હતો. રાજુ વતન ગયો હોવાથી ઓફીસમાં હાજર નહોતો. તેનો ભાગીદાર મનીષ કનુ દુધાન ઓફીસમાં બેઠો હતો. મનીષે તેને નીચે બોલાવ્યો હતો ત્યાંથી હૈદર સિદિક, પ્રિન્સ કમલેશ કોટક અને પાંચ અન્ય લોકોએ મોબાઇલ માટે પૈસાની માંગણી કરી હતી. તે સમયે અન્ય લોકોએ તેને માર મારીને 2 લાખની માંગણી કરી, ધમકી આપી કે મોબાઇલના રૂપિયા નહી આપે તો તારા હાથ પગ તોડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી. 

તે સમયે પૈસાની કડક ઉઘરાણી કરી સ્વીફ્ટ કારમાં ઠગબાજનું અપહરણ કરી યોગી ચોક તરફ આવેલ ખુલ્લી જગ્યામાં લઇ ગયા, ત્યાં ઠગ અમિતે તેના મિત્ર રાજુ લાલજી ગજેરાને ફોન કરી રૂપિયા એક લાખની સગવડ કરી આપવા જણાવ્યું હતું. રાજુએ કહ્યું કે, પૈસાની સગવડ થાય એટલે ફોન કરુ છું. ત્યાર બાદ 10 મિનિટમાં જ રાજુભાઇનો ફોન આવ્યો અને ઠગ અમિતને કહ્યુંં કે, તારી પાસે જે પલોકો પૈસાની માંગણી કરે તે લોકો કાપોદ્રા કલાકુંજ સોસાયટી પાસે મોકલ એક વ્યક્તિ પૈસા લઇનો ઉભો છે. જેથી હૈદર પિન્સે ઠગને કારમાં બેસાડી ત્યાં લઇ ગયા હતા. થોડીવારમાં ફોન આવતા ત્રણ અજાણ્યા અપહરણકારોમાંથી અમિતને બાઇક પર બેસાડીને સરથાણા લઇ ગયા હતા. તે વખતે ઠગ અમિતના મિત્ર રાજુના ભાગીદાર મનીષ દુધાતે સ્વીફ્ટ કારમાં અમિતનું અપહરણ થયું હોવાની જાણ પોલીસ કંટ્રોલને કરી હોવાથી પોલીસે પ્રિન્સ, હૈદર તેમજ બાઇક પર લઇ જતા ત્રણેયને રસ્તામાં જ પકડી પાડી ઠગ અમિતને મુક્ત કરાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news