દિલ્હીઃ છતરપુર લાવવામાં આવ્યું અમિર સિંહનું પાર્થિવ શરીર, શિવપાલ યાદવે આપી શ્રદ્ધાંજલિ


દિવંગત નેતા અમર સિંહના સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજ્યસભા સાંસદ અમર સિંહનું શનિવારે 64 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. 

દિલ્હીઃ છતરપુર લાવવામાં આવ્યું અમિર સિંહનું પાર્થિવ શરીર, શિવપાલ યાદવે આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દિવંગત નેતા અમર સિંહનું પાર્થિવ શરીર રવિવારે દિલ્હી લાવવામાં આવ્યું છે. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમર સિંહનું પાર્થિવ શરીર હાલ દિલ્હી સ્થિત તેમનાવ ઘર છતરપુરમાં રાખવામાં આવ્યું છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી પ્રમુખ શિવપાલ યાદવે ત્યાં પહોંચીને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. 

રાજ્યસભા સાંસદ અમર સિંહનું શનિવારે બપોરે સિંગાપુરની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. થોડા સમય પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ રહ્યાં હતા. એક વીડિયો દ્વારા તેમણે જણાવ્યું હતું કે, તેઓ બીમારીનો સામનો કરી રહ્યાં છે અને સાજા થઈને પરત ફરશે. પરંતુ શનિવારે તેમના મોતના સમાચાર આવ્યા હતા. 

64 વર્ષના અમર સિંહે પોતાના રાજકીય કરિયરની શરૂઆત સમાજવાદી પાર્ટીથી કરી હતી. એક જમાનામાં તેઓ મુલાયમ સિંહના ખુબ નજીકના સાથી હતી. આ કારણે તેઓ પાર્ટીના બીજા નંબરના નેતા હતા. પરંતુ અંતમાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લે તેઓ ભાજપની નજીક પણ આવવા લાગ્યા હતા. તેઓ જાહેરમાં પીએમ મોદીની પ્રશંસા કરતા હતા. પરંતુ તેઓ ભાજપમાં જોડાયા નહીં. 

Amar Singh passed away yesterday. pic.twitter.com/OOvQianGkk

— ANI (@ANI) August 2, 2020

અમિતાભ બચ્ચનના નજીકના દોસ્તોમાં હતા અમર સિંહ
આ પહેલા તેઓ 2002 અને 2008મા પણ રાજ્યસભા માટે ચૂંટાયા હતા. એસપી નેતા મુલાયમ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહને નજીકનો સંબંધ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમના સંબંધોમાં તિરાડ જરૂર પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમર સિંહે એક વીડિયો જારી કરીને અમિતાભ બચ્ચનની માફી માગી હતી. 

સમાજવાદી પાર્ટીમાંથી દૂર થતાં ગયા અમર
એક સમયે મુલાયમ સિંહ યાદવના ખાસ કહેવાતા અમર સિંહ 2017ની પહેલા જ સાઇડલાઇન થવા લાગ્યા હતા. સમાજવાદી પાર્ટીમાં શિવપાલ યાદવ અને અખિલેશ યાદવના ઝડગામાં અખિલેશે અમર સિંહને વિલન માન્યા હતા. ઘણીવાર તો અખિલેશે જાહેરમાં તેમની આલોચના કરી હતી. બાદમાં અમર સિંહ ભાજપના કાર્યક્રમોમાં જોવા મળતા હતા. તેમણે આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોને પોતાની સંપત્તિ દાન કરવાની પણ જાહેરાત કરી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news