ઊત્તરાયણને લઈને સુરત પોલીસનો વધુ એક તઘલખી નિર્ણય
સુરત પોલીસ દ્વારા ઊત્તરાયણના તહેવારને લઈને એક પછી એક તઘલખી નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે હવે સુરતીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત : સુરત પોલીસ દ્વારા ઊત્તરાયણના તહેવારને લઈને એક પછી એક તઘલખી નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે હવે સુરતીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે. પહેલા પતંગ ચગાવવાના સમયની મર્યાદા બાદ હવે ઓવરબ્રિજ પર ઉત્તરાયણ દરમિયાન ગાડી ચલાવવાને લઈને પણ સુરત પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ઊત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, 14-15 જાન્યુઆરીના રોજ ટુ-વ્હીલર માટે ઓવરબ્રિજ બંધ રહેશે. એટલે ક સુરતના ઓવરબ્રિજ પર ટુ વ્હીલર ચાલકો ગાડી ચલાવી શકશે. નહિ. સુરત પોલીસના જણાવ્યા અનુસાર, લોકોની સલામતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ દ્વારા હજી ગઈ કાલે પતંગ ચગાવવાના સમયને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર દ્વારા એક તઘલખી ફરમાન બહાર પાડવામા આવ્યુ છે કે, ઉત્તરાયણના 8 દિવસ સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 પતંગ નહિ ચગાવી શકાશે. આ સમયગાળા દરમિયાન પક્ષીઓ માળામાંથી બહાર આવતા-જતા હોવાથી તેઓને પતંગના કાતિલ દોરાથી ઇજા થવાની સંભાવના હોય છે. જેને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે