SURAT: રાત્રી કર્ફ્યૂનું પાલન કરાવી રહેલ પોલીસ પર ટોળાએ હૂમલો કર્યો, પકડા પકડીના દ્રશ્યો

રાત્રી કર્ફ્યૂ હોવા છતા લોકો બેખોફ રીતે બહાર નીકળી રહી છે. વારંવાર દંડ ભરવા છતા પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. જો કે લિંબાયતમાં કેટલાક માથાભારે તત્વો સાથે પોલીસને માથાકુટ થતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. 

SURAT: રાત્રી કર્ફ્યૂનું પાલન કરાવી રહેલ પોલીસ પર ટોળાએ હૂમલો કર્યો, પકડા પકડીના દ્રશ્યો

સુરત : રાત્રી કર્ફ્યૂ હોવા છતા લોકો બેખોફ રીતે બહાર નીકળી રહી છે. વારંવાર દંડ ભરવા છતા પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. જો કે લિંબાયતમાં કેટલાક માથાભારે તત્વો સાથે પોલીસને માથાકુટ થતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. 

સુરતમાં રવિવારની રજામાં કોરોના મહામારીમાં રાત્રી કર્ફ્યૂ હોવા છતા કામ વગર બહાર નિકળતા લોકો પાસે પોલીસ દંડ વસુલી રહી હતી. જો કે પોલીસ કાર્યવાહીથી અકળાયેલા કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. લિંબાયતમાં પ્રજા અને પોલીસ સામ સામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. 

નાગરિકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર ઘટના લિંબાયતના ઓમનગર વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું. રાત્રે આઠ વાગ્યા પછી જનતા કર્ફ્યૂ દરમિયાન ઓમનગર વિસ્તારમાં પોઇન્ટ પર તહેનાત પોલીસ બંદોબસ્તના કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.તેવામાં ઘર્ષણ સર્જાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news