‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ હાથમાં સુસાઈડ નોટ લખી મહિલાએ જીવન ટૂંકાવ્યું...

મહિલાએ સુસાઈડ નોટમાં મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી'  પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ હાથમાં સુસાઈડ નોટ લખી મહિલાએ જીવન ટૂંકાવ્યું...

ચેતન પટેલ/સુરત: રાજ્યમાં મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સુરતમાં હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહિલાએ સુસાઈડ નોટમાં મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી'  પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટમાં લખ્યું કે મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. એટલું જ નહીં, હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’લખી પરવત ગામની મહિલાએ જીવન ટૂંકાવ્યું છે.

મહત્વનું છે કે, પરવત ગામમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરતાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news