ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માનતા પુરી થતા ચઢાવાય છે જીવતા કરચલા

કોઇ ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવતા હોય તેવી વાત તમે સાંભળી છે ખરી આ વાત સાંભળતા કદાચ અજૂગતી લાગશે. પરંતુ આ એક સત્ય ઘટના છે. સુરતમા એક એવુ મંદિર આવેલુ છે. જ્યા બાંધા પુરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવે છે. અને આ બાધા ચઢાવવા માટે આ દિવસે હજ્જારો લોકો મંદિરે આવતા હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ મંદિરની અલૌકિક ઘટના શુ છે અને શા માટે અહી ભગવાનને કરચલા ચઢાવવામા આવે છે.
ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માનતા પુરી થતા ચઢાવાય છે જીવતા કરચલા

ચેતન પટેલ/સુરત: કોઇ ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવતા હોય તેવી વાત તમે સાંભળી છે ખરી આ વાત સાંભળતા કદાચ અજૂગતી લાગશે. પરંતુ આ એક સત્ય ઘટના છે. સુરતમા એક એવુ મંદિર આવેલુ છે. જ્યા બાંધા પુરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવે છે. અને આ બાધા ચઢાવવા માટે આ દિવસે હજ્જારો લોકો મંદિરે આવતા હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ મંદિરની અલૌકિક ઘટના શુ છે અને શા માટે અહી ભગવાનને કરચલા ચઢાવવામા આવે છે.

હજારો વર્ષ પહેલા જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા. દરમિયાન ભગવાન રામના પિતા દશરથનું મોત નીપજયુ હતુ. ભગવાન રામ પોતે વનવાસ ભોગવી રહ્યા હોય જેથી તેઓ પિતાની તરપણ વિધિમા જઇ શકયા ન હતા. જેથી ભગવાન રામે તરપણ વિધિ કરવાનુ નક્કી કરી દીધુ હતુ. ભગવાન રામે તીર મારીને પીપલોદના તાપીનદિકિનારે શીવલીંગ પ્રગટ કર્યુ હતુ. જો કે આ શીવલીંગની પુજા કરવા માટે બ્રાહ્મમણ ન હતા. જેથી તેમને સમુદ્ર દેવને આહવાન કર્યુ હતુ કે, તેઓ પોતાના પિતાની તરપણ વિધિમા આવે. 

ભગવાન રામની વાત સાંભળી ખુદ સમુદ્ર દેવ બ્રાહમણનુ સ્વરુપ લઇને ત્યા આવ્યા હતા. જ્યા સમુદ્ર દેવની સાથે કરચલા પણ તેમની સાથે આવ્યા હતા. અને તેઓ શીવલીંગ પર જઇને બેસી ગયા હતા. આ ઘટના બાદ સમુદ્ર દેવે કરચલાનું ઉધ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામને વિનંતી કરી હતી. અને આ વિનંતી માની ભગવાન રામે કહ્યુ હતુ કે, અહીના શિવલીંગ પર જે પણ લોકો જીવતા કરચલા ચઢાવશે તેમના કાનની રસી કે દુખાવો દુર થઇ જશે.

ગુજરાતમાં થાય છે હથિયારોની તસ્કરી, પોલીસે જ જાહેર કર્યા આંકડા

વર્ષોથી જે રીતની અલૌકિક ઘટના જોડાઇ છે. ત્યારથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યુ છે. અહી પોષ વદ એકાદશીના દિવસે લોકો મંદિરમા દર્શાનાથે આવતા હોય છે. જેમને પણ કાનમા રસી કે, દુખાવાની સમસ્યા હોય તેઓ અહી ભગવાન પાસે બાધા લે છે. અને ત્યારબાદ દુખાવો સારો થતા અહી શીવલીંગ પર કરચલા ચઢાવી બાધા પુરી કરે છે. આ એકાદશી વર્ષમા એક જ વાર આવતી હોય છે. જેથી આજના દિવસે અહી હજ્જારોની સંખ્યામા ભક્તોજનો દર્શનાથે આવતા હોય છે. સુરત સિવાય અહી મુંબઇ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાથે આવી પોતાની બાધા પુર્ણ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news