વિદેશમાં ભણતી બીમાર અમદાવાદ યુવતીની પિતાના મદદે આવ્યા સુષ્મા સ્વરાજ
Trending Photos
અમદાવાદ : ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમની દરિયાદિલી માટે પ્રખ્યાત બન્યા છે. ભારતના કોઈ પણ ખૂણે વસતા ભારતીયને જરૂરિયાતને સમયે વીઝાની મદદ પહોંચાડવામાં તેઓ માહેર છે. બસ, એક ટ્વિટથી લોકો સુષ્મા સ્વરાજ પાસેથી મદદ માંગે છે, અને વિદેશ મંત્રી તાત્કાલિક તેઓને મદદ પહોંચાડે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અમદાવાદના એક પિતાની મદદે આવ્યા છે. વિદેશમાં ભણતી દીકરી બીમાર પડી, તો પિતાએ તાત્કાલિક વિઝા માટે વિદેશ મંત્રીના દરવાજા ખખટાવ્યા હતા, અને સુષ્મા સ્વરાજે તેમને તત્કાલ વિઝા અપાવ્યા હતા.
@SushmaSwaraj @narendramodi @indEmbMoscow
Plz help this father to meet his 17 yr old daughter who if critically ill in a foreign country (RUSSIA) .Not getting Visa.
Mr G P Tripathi, Mob. 9423133050 pic.twitter.com/kYuUCVGSpt
— Jagmohan S Dhapola (@jsdhapola16) February 13, 2019
પ્રાપ્ત માહિતી અનુસાર, જયમોહન ધોપલા નામની વ્યક્તિએ સુષ્મા સ્વરાજને ટ્વિટ કરી હતી કે, અમદાવાદમાં રહેતા જી.પી.ત્રિપાઠી નામના વ્યક્તિને તેમની બીમાર દીકરીને મળવા મોસ્કો જવા માટે તત્કાલિક વીઝાની જરૂર છે. તેમની દીકરી વિજ્ઞાઁશી ત્રિપાઠી ચાર મહિના પહેલા મોસ્કો ગઈ હતી. તે ત્યાંની નોર્ધન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પરંતુ ત્યા ગયા બાદ તેની તબિયત બગડી હતી, જેના બાદ તેને યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ 11 ફેબ્રુઆરીએ તેની તબિયત વધુ ખરાબ થતા તેને આઈસીયુમાં રિફર કરાઈ હતી. મોસ્કોની યુનિવર્સિટીના તબીબોએ જણાવ્યું કે, વિજ્ઞાંશીને પહેલા શરદી થઈ ગઈ હતી, અને બાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું, જેથી તે ખાવાનું લઈ શક્તી ન હતી. તેથી તેના શરીરમાં નબળાઈ આવી ગઈ છે.
@SushmaSwaraj
His 27 yrs old daughter is in ICU in Northern State Medical University Arkhangelsk I, Russia and need to shift back India immediately.Plz help him to get Visa on emergency https://t.co/cVYztYLp6w application details attached. pic.twitter.com/PxcZ1v4Uxs
— Jagmohan S Dhapola (@jsdhapola16) February 13, 2019
દીકરીના ચિંતામાં જી.પી.ત્રિપાઠીએ મોસ્કો જવા માટે તત્કાલ વિઝાની અરજી કરી હતી. પરંતુ તે ન મળતા તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસેથી મદદ માંગી હીત. જોકે, ટ્વિટર અને ઈ-મેઈલથી સુષ્મા સ્વરાજ પાસેથી મદદ માંગી હતી. જેના બાદ એમ્બેસીએ તેમને તત્કાલ મદદ માંગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે