છોટાઉદેપુર: નશાની હાલતમાં ક્લાસ રૂમમાં આરામ ફરમાવતો શિક્ષકને કરાયો સસ્પેન્ડ

સરસ્વતીના ધામ એવી શાળામાં દારુપીને રાજાપાટમાં આરામ ફરમાવતા શિક્ષકનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીએ તાત્કાલિક અસરથી આ દારૂડીયા શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

Updated By: Oct 15, 2019, 07:56 PM IST
છોટાઉદેપુર: નશાની હાલતમાં ક્લાસ રૂમમાં આરામ ફરમાવતો શિક્ષકને કરાયો સસ્પેન્ડ

જમીલ પઠાણ/છોટાઉદેપુર: સરસ્વતીના ધામ એવી શાળામાં દારુપીને રાજાપાટમાં આરામ ફરમાવતા શિક્ષકનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીએ તાત્કાલિક અસરથી આ દારૂડીયા શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કઠમાંડવા પ્રાથમિક શાળામાં દારૂના નશામાં ધૂત શિક્ષક શાળામાં પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં જ રાજાપાઠમાં મીઠી નિદ્રા માણતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. સાથી શિક્ષક અને ગ્રામજનો દ્વારા તેને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનું વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તો શાળાના વર્ગખંડ બહાર દારુની ખાલી પોટલીઓ પડેલી જોવા મળી હતી.

રાજ્ય સરકારની એસ.ટી કર્મચારીઓને દિવાળી ભેટ: આજથી પગારમાં કરાયો મોટો વધારો

શાળાની મુલાકાતે પહોંચેલ ઝી મિડીયાનાં કેમેરા સમક્ષ ખુદ શિક્ષકે દારુ પીધો હોવાની કબુલાત કરી હતી. શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ અંગે તાત્કાલિક તપાસ કરવી આજે આ દારૂડિયા શિક્ષક રાવજી વસાવાને  જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારીએ સસ્પેન્ડ કર્યો છે. સમગ્ર ઘટના બાબતે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે, જે તલસ્પર્શી તપાસ કર્યા બાદ દારૂડિયા શિક્ષક સામે પોલીસ કાર્યવાહી પણ કરાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

કાલોલ: પોસ્ટ એજન્ટે ગ્રાહકોની સાથે કરી છેતરપિંડી, આંકડો 10 કરોડ થાય તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ એસ.ટી બસનાં ડ્રાઈવર અને કંડકટર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. તો આજે જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. ત્યારે ક્યાંકને ક્યાંક દારુબંધીનાં કડક અમલ કરાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે.