એરહોસ્ટેસને કહ્યું, તને પ્લેન વગર જ હવામાં ઉઠાવીને આખા વિશ્વની મુસાફરી કરાવી દઇશ
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા મારઝૂડ પણ કરી હોવાનુ સામે આવ્યુ છે. વેજલપુર પોલીસે બળાત્કાર સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી છે.
વેજલપુર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ જીત ત્રિવેદી છે. આરોપી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. પોલીસે જીતની ધરપકડ બળાત્કાર, બ્લેક મેઇલિંગ અને મારામારીના ગુનામાં કરી છે. આરોપીએ એરહોસ્ટેસનો અભ્યાસ કરતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાના ઘરે મળવા બોલાવી પીઝા અને કોલ્ડ ડ્રિન્ક્સમાં કેફી પીણું પીવડાવી અવારનવાર બળાત્કાર ગુજારી યુવતીની મરજી વિના શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીત ત્રિવેદીની ધરપકડ કરી છે.
(ઝડપાયેલો આરોપી જીત ત્રિવેદી)
યુવતીએ બળાત્કાર અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી. બાદમાં આરોપીના માતા-પિતા યુવતીને મળવા માંગે છે તેમ કહી એકલી ઘરે બોલાવી હતી. એકલતાનો લાભ લઈ ફરી વખત બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ બનાવ બાદ પીડિતાને દુખાવો રહેતા માતા-પિતાને જાણ કરી હતી જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો.
મહત્વનું છે કે, સોશિયલ મીડિયાથી પરિચયમાં આવેલી યુવતીએ યુવક પર આંધળો વિશ્વાસ રાખતા પસ્તાવવાનો સમય આવ્યો છે. તો બીજી તરફ પોલીસે યુવકના મોબાઈલ અને સોશિયલ મીડિયાની તપાસ હાથ ધરી છે. જેથી યુવક પાસે યુવતીના કોઈ ફોટા છે કે કેમ, અને કોઈ જગ્યાએ વાયરલ કર્યા છે. કે કેમ તેની તપાસ થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે