સુરત પાટીદાર અગ્રણીની આત્મહત્યા મુદ્દે પોલીસે કરી મોટી કાર્યવાહી, વ્યાજખોરોની ખેર નથી

શહેરના સહકારી આગેવાન અને માંડવી ખાતે ક્વોરી ચલાવતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલની આત્મહત્યા કેસમાં બે આરોપીની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન મુદ્દે વિવાદ થયો હતો. જેમાં પોલીસ અને અન્ય લોકો દ્વારા સતત દબાણ કરાતાં દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દુર્લભભાઈની જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા. આ ઉપરાંત રૂ. 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા. 
સુરત પાટીદાર અગ્રણીની આત્મહત્યા મુદ્દે પોલીસે કરી મોટી કાર્યવાહી, વ્યાજખોરોની ખેર નથી

તેજસ મોદી/સુરત: શહેરના સહકારી આગેવાન અને માંડવી ખાતે ક્વોરી ચલાવતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલની આત્મહત્યા કેસમાં બે આરોપીની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન મુદ્દે વિવાદ થયો હતો. જેમાં પોલીસ અને અન્ય લોકો દ્વારા સતત દબાણ કરાતાં દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દુર્લભભાઈની જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા. આ ઉપરાંત રૂ. 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા. 

જોકે દરમિયાન સ્ટાર ગ્રુપના કિશોર કોસીયાને ઇન્કમટેક્સની કાર્યવાહી થઈ હતી. જે તપાસના ભાગ રૂપે દુર્લભભાઈને ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્કમટેક્સની તપાસમાં દુર્લભભાઈના માથે13 કરોડથી વધારેની રકમની જવાબદારી પર ઉભી થઈ હતી. જોકે કિશોરભાઇએ આ રકમ આપવાનું આશ્વાન દુર્લભભાઈને આપ્યું હતું. જોકે બાદમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ લક્ષ્મણ બોડાણા અને અન્ય લોકોએ દુર્લભભાઈ પર દસ્તાવેજ મુદ્દે દબાણ કર્યું હતું. રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈ સામે ધમકાવતા હતાં. ઉપરાંત પીઆઈ અને અન્ય હાજર લોકોએ અપમાન ભર્યા શબ્દો કહી જમીનની તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરાવવાનું દબાણ કર્યું હતું. જેને પગલે રાત્રે જ લખાણ કરાવાયું હતું. આમ સતત ત્રાસ અનુભવતા દુર્લભભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. 

સુરત રેન્જના આઈજી એસ પાંડિયન રાજકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દુર્લભભાઈના આત્મહત્યા કેસમાં ભાવેશ સવાણી અને રાજુ લાખા ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. બંન્ને આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા હતાં. દરમિયાન બન્ને આરોપીઓ સુરત તરફ આવતાં અંકલેશ્વર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય આરોપીઓની ભૂમિકા તપાસી રહી છે. જેમાં રાજુ પર પોલીસ મથકમાં ધમકી આપવાનો અને દબાણ કરવાનો આરોપ છે. જ્યાં ભાવેશ દુર્લભભાઈને મોડી રાત્રે પોલીસ મથકમાંથી નોટરી કરાવવા લઈ ગયો હતો. આ કેસમાં પીઆઈએ કાયદાથી ઉપરવટ જઈ કામગીરી કરી છે, ખાસ કરીને મોડી રાત્રે સિનિયર સીટીઝન દુર્લભભાઈને પોલીસ મથકે બોલાવ્યા હતાં. આ કેસમાં કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેને તપાસવામાં આવી રહ્યા છે, સાથે જ તેમને ઉમેર્યું હતું કે આ કેસમાં જોઈ સાચેજ કોઈ નિર્દોષ હશે તો તેને જરૂરથી રક્ષણ અપાશે પરંતુ જે દોષિત હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news