મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કરનારા 7 સાળાઓની રાજકોટ પોલીસે કરી ધરપકડ

ખોખડદળ નદીના પુલ પાસે સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા સલીમ દાઉદભાઇ અજમેરીની તેના જ સાળાઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે સલીમ ભાઇના ત્રણ સાળા સહિત 7 શખ્સોને ઝડપી લીધા છે. આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઝોન-1 DCP પ્રવિણ કુમારે પત્રકાર પરિષદમાં હત્યાના બનાવ અંગે માહિતી આપી હતી.  હત્યાના બનાવ બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. આરોપીઓનું મુળ ભાયાવદર તરફ હોવાના કારણે ભાગી છુટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સલીમભાઇના કૌટુમ્બિક ત્રણ સાળાકે જેઓ મજુરી કામ કરે છે. તેમાં વિજય ઉર્ફે વિજલો સોલંકી તેના ભાઇ આજન, અનિલ ઉર્ફે બચુની પોલીસે ધરપકડ કરી છે. સાજનને બનાવ વખતે સલીમે છરી મારી હોવાથી તે હોસ્પિટલમાં દાખલ હતો. 

Updated By: Feb 12, 2021, 09:41 PM IST
મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કરનારા 7 સાળાઓની રાજકોટ પોલીસે કરી ધરપકડ

રાજકોટ : ખોખડદળ નદીના પુલ પાસે સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા સલીમ દાઉદભાઇ અજમેરીની તેના જ સાળાઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે સલીમ ભાઇના ત્રણ સાળા સહિત 7 શખ્સોને ઝડપી લીધા છે. આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઝોન-1 DCP પ્રવિણ કુમારે પત્રકાર પરિષદમાં હત્યાના બનાવ અંગે માહિતી આપી હતી.  હત્યાના બનાવ બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. આરોપીઓનું મુળ ભાયાવદર તરફ હોવાના કારણે ભાગી છુટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સલીમભાઇના કૌટુમ્બિક ત્રણ સાળાકે જેઓ મજુરી કામ કરે છે. તેમાં વિજય ઉર્ફે વિજલો સોલંકી તેના ભાઇ આજન, અનિલ ઉર્ફે બચુની પોલીસે ધરપકડ કરી છે. સાજનને બનાવ વખતે સલીમે છરી મારી હોવાથી તે હોસ્પિટલમાં દાખલ હતો. 

SRP જવાને UP થી ભાગીને આવેલી યુવતીની અટકાયત કરી, અવાવરૂ જગ્યાએ લઇ ગયો અને કંઇ કરે તે પહેલા...

જ્યારે મંજપ સર્વિસનું કામ કરતો સંજય ઉમેશભાઇ ભંગારની ફેરી કરતા ભરતભાઇ કાવઠીયા, અશ્વિન સુરેશભાઇ સોલંકી, દિનેશ ઉર્ફે કાળીયો સોલંકીને ઝડપી લીધા છે. સલીમની હત્યામાં ઝડપાયેલા વિજય અગાઉ 17 વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. સગીર હતો ત્યારથી જ તે ગુનાઓ આચરતો હતો. 1997-98માં રાજકોટ તાલુકા પોલીસ અને બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલા હત્યાના બનાવમાં તે સંડોવાયેલો હતો. 1999 હત્યાના પ્રયાસમાં તેની સામે ભક્તિનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. 

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 268 કેસ, અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ

આ ઉપરાંત દારૂ, મારામારીના પણ કેટલાક ગુના તેની સામે નોંધાયા છે. 2015 માં હથિયાર સાથે ઝડપાતા આર્મ્સ એક્ટ હેઠળ તેની સામે ગુનો નોંધાયો હતો. મૃતક સલીમે આઠેક વર્ષ પહેલા યુવતી મીરા સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યારથી પિયર સાથે તેને વ્યવહાર નહોતા. જો કે મીરા સલીમને કહ્યા વગર તેના ભાઇની સગાઇમાં ગઇ હોવાથી બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. જેથી મીરાએ તેના મામાના દિકરાઓને પતિ ત્રાસ આફતો હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ સલીમ અને તેના સાળાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ સલીમનું ઢીમ તેના સાળાઓ દ્વારા ઢાળી દેવાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube