bharat band ની ગુજરાતમાં અસર નહીવત્ત રહે તેવી શક્યતા, તમામ સરકારી મશીનરી આંદોલનને ખાળવા તૈયાર

સમગ્ર રાજ્યમાં 144ની કલમ લગાવવામાં આવી છે, કોઇ પણ સ્થળે બળજબરી બજાર બંધ થાય કે છમકલું થાય તો કડક કાર્યવાહીના આદેશ

bharat band ની ગુજરાતમાં અસર નહીવત્ત રહે તેવી શક્યતા, તમામ સરકારી મશીનરી આંદોલનને ખાળવા તૈયાર

* સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે
* ગુજરાતમાં મોટા ભાગના સંગઠનોએ નથી આપ્યું સમર્થન
* તમામ APMC સહિતની ખેડૂત સંસ્થાઓ ચાલુ રહેશે

હિતલ પારેખ/અમદાવાદ : આજે ખેડૂતો માટે લવાયેલા નવા કાયદાની વિરુદ્ધમાં વિવિધ વિપક્ષી સંગઠનો દ્વારા ભારત બંધનું આહ્વાન આપવામાં આવ્યું છે. જો કે ગુજરાતમાં તેની અસર ખુબ જ ઓછી રહે તેવી શક્યતા છે. પહેલાથી જ આ આંદોલનથી વેગળું રહેલું ગુજરાત આ બંધમાં જોડાય તેવી શક્યતાઓ ઓછી જ હતી. તેમાં સરકારે પણ આ બંધને સમર્થન નથી આપતા હોવા ઉપરાંત જો કોઇ અરાજકતા વ્યાપે તો કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપી દીધા છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતનાં મોટા ભાગનાં વ્યાપારી અને ખેડૂત સંગઠનોએ પણ કાં તો સમર્થન નથી આપ્યું અથવા તો કંઇ નહી બોલીને પોતાની સ્થિતી જ સ્પષ્ટ કરી નથી. 

આજે કાલે ભારત બંધના અનુસંધાનમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક જિલ્લા એસપી અને પોલીસ કમિશનરના પૂરતી સૂચના આપી દેવામાં આવી છે. તમામ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી છે. વધારાના બંદોબસ્તની પણ ગોઠવણ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોમગાર્ડ એસઆરપી પોલીસ નિકલ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી સુવિધાઓ માલસામાન વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રોડ ઉપર કે વિસ્તારોમાં કે હાઇવે ઉપર લોક કરવાનું કે અર્ચન કરવાનું કે અસામાજીક તત્વો પ્રયાસ કરશે તેમના સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. 

લોકો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. 144ની કલમ લાગુ કરવામાં આવી છે. પોતે ફોટોગ્રાફી કરી કે બનાવનો વિડીયોગ્રાફી કે સોશિયલ મીડિયા પર મૂકે કેરી કરે તેમાં પણ ગુનો કરવામાં આવશે. આજની ચેકપોસ્ટો પણ ઉભી કરવામાં આવી છે તમામ વાહન વ્યવહાર ચાલુ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એપીએમસી મળીને રાબેતા મુજબનું કામ કાજ છે કાર્યવાહી માં ચાલુ રહે તેનો પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. બંધ કરાવવાનો પ્રયાસ કરશે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે. રોડ ઉપર અવરોધો મુકવામાં આવશે અને કાર્યવાહી કરશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સ્ટેન્ડ ટુ લેવાના આદેશો આપવામાં આવ્યા છે. સિનિયર અધિકારીઓ નું પેટ્રોલિંગ રહેશે. માલ મિલકત નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો તેની સામે પણ ગુનો નોંધી અને પગલાં ભરવામાં આવશે. આઈપીસીની કલમ લગાડવામાં આવશે પણ બોમ્બે એક્ટ અંતર્ગત પણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પણ પગલાં ભરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news