સામાન્ય બાબતમાં થયેલી માથાકુટમાં યુવાનની છાતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા

શહેરના બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય ઝગડાઓ 19 વર્ષના યુવાનનો જીવ લીધો. શહેરના બહેરામપુરા રહેતા રમેશભાઈ પરમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમને 19 વર્ષીય દિકરાનુ મર્ડર કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જોકે આ મર્ડર બીજા કોઈ નહી પરંતુ બાજુના બ્લોકમાં રહેતા એક યુવકે તીક્ષણ હથીયાર વડે હુમલો કરી ફરાર તઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
સામાન્ય બાબતમાં થયેલી માથાકુટમાં યુવાનની છાતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા

જાવેદ સૈયદ/અમદાવાદ : શહેરના બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય ઝગડાઓ 19 વર્ષના યુવાનનો જીવ લીધો. શહેરના બહેરામપુરા રહેતા રમેશભાઈ પરમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમને 19 વર્ષીય દિકરાનુ મર્ડર કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જોકે આ મર્ડર બીજા કોઈ નહી પરંતુ બાજુના બ્લોકમાં રહેતા એક યુવકે તીક્ષણ હથીયાર વડે હુમલો કરી ફરાર તઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

બહેરામપુરા વસંત ક્વાટર્સમાં રહેતા રમેશભાઈ પરમારે કોગડાપીઢ પોલીસ સ્ટેશનમાં આરોપી કુમાર ગવન્ડર સમનમુર્તી સામે મર્ડની ફરીયાદ નોંધાવી હતી. વસંત ક્વાટર્સમાં બાજુના બ્લોકમાં રહેતા આરોપી કુમાર ગવન્ડરે રમેશભાઈના ભાભીના ફોન પર ફોન કરી જેમફાવે તેમ બીભસ્તગાળો બોલતા રમેશ ભાઈ અને તેમનો દિકરો ગીરીશ આરોપીના ધરે સમજાવવા જતા આરોપી એકદમ ઉસ્કેરાઈ જઈ ફરીયાદીના દિકરા ગીરીશના છાતીના ભાગે તીક્ષણ હથીયારના ધા મારી ફરાર થઈ ગયો હતો. જોકે ઈજાગ્રસ્થ ગીરીશ ને એલ જી હોસ્પીટલમાં સારાવાર માટે લઈ જતા તેને મ્રુત જાહેર કર્યો હતો.

જોકે આ સમગ્ર મામલો પોલીસને જાણ થતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી કુમાર ગવન્ડર સમનમુર્તીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરતા મુળ બેંગલુરનો રહેવાશી છે. છેલ્લા ધણા સમયથી તે અમદાનવાદના બહેરામપુરા વિસ્તારમાં રહે છે. તેટલુ જ નહી આરોપી નશાની આદત ધરાવતો હોવાનુ સામે આવ્યુ છે. આરોપીએ નશામાં ભાન ભુલી યુવક પર હુમલો કર્યો હોવાની કબલાત પોલીસ સમક્ષ કરી છે.

આરોપી બેંગલુરથી છેલ્લા ઘણા સમયથી અમદાવાદ રહેતો હોવાથી તેનો ગુનાહીત ઈતીહાસને લઈને પણ તપાસ કરી રહી છે. અમદાવાદના બહેરામપુરામાં બનેલી આ ઓક માત્ર એવી ધટના નથી કે સામાન્ય ઝગડાએ જીવ લીધો હોય એટલે કે આવા પ્રકારના ધટનાઓ અમદાવાદ પોલીસ માટે પડકાર રુપ સાબીત થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news