નાગરિકોનાં ખીચ્ચા પર બિનજરૂરી ખર્ચ ન આવી પડે તે માટે સરકાર ખાનગી લેબ પર ગેટકિપર છે

હાલ ગુજરાત સરકારની કોરોના ટેસ્ટિંગ પોલીસી સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં હાઇકોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી હતી અને આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત ખાનગી લેબોરેટરીને કેમ મંજૂરીઓના પ્રોસેસમાં મુકવામાં આવી તે અંગે જવાબ માંગ્યો હતો. જે અંગે જવાબ રજુ કરતા સરકારે જણાવ્યું કે, ICMR ની ગાઇડલાઇન અનુસાર સરકાર વર્તી રહી છે. ICMR માન્યતા પ્રાપ્ત ખાનગી લેબોરેટરીને ટેસ્ટિંગ કરી જ રહી છે પરંતુ તે પુર્વે તેમણે માત્ર સરકાર દ્વારા નિયત કરાયેલા અધિકારીની મંજૂરી લેવાની રહે છે.

Updated By: May 30, 2020, 11:44 PM IST
નાગરિકોનાં ખીચ્ચા પર બિનજરૂરી ખર્ચ ન આવી પડે તે માટે સરકાર ખાનગી લેબ પર ગેટકિપર છે

અમદાવાદ : હાલ ગુજરાત સરકારની કોરોના ટેસ્ટિંગ પોલીસી સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં હાઇકોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી હતી અને આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત ખાનગી લેબોરેટરીને કેમ મંજૂરીઓના પ્રોસેસમાં મુકવામાં આવી તે અંગે જવાબ માંગ્યો હતો. જે અંગે જવાબ રજુ કરતા સરકારે જણાવ્યું કે, ICMR ની ગાઇડલાઇન અનુસાર સરકાર વર્તી રહી છે. ICMR માન્યતા પ્રાપ્ત ખાનગી લેબોરેટરીને ટેસ્ટિંગ કરી જ રહી છે પરંતુ તે પુર્વે તેમણે માત્ર સરકાર દ્વારા નિયત કરાયેલા અધિકારીની મંજૂરી લેવાની રહે છે.

સુરત: મધ્યમ વર્ગીય પરિવારોને 10 હજાર રૂપિયાનાં વિજ બિલ પકડાવી દેવાયા

છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમાં ખાનગી લેબોરેટરી દ્વારા 1100થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. સરકાર તેમને કોઇને ટેસ્ટિંગ માટે ના નથી પાડી રહી પરંતુ સરકાર માત્ર ગેટ કીપરનાં રોલમાં છે. આ ઉપરાંત ખાનગી લેબોરેટરીના ટેસ્ટ માટે મંજુરી આપવામાં વિલંબ થાય છે તે બાબત સત્ય નથી.પરંતુ કેટલાક લોકો સામાન્ય લક્ષણ હોય અથવા તો માત્ર પોતાને માનસિક રીતે ડર હોય તે માટે કોરોના ટેસ્ટ કરાવવા જતા હોય છે તેવામાં નાગરિકોનાં ખિચ્ચા પર આર્થિક બોજ ન પડે તે માટે સરકાર આ પગલા ઉઠાવી રહી છે.

Unlock 1.0: કર્ફ્યુનાં કલાકો ઘટ્યા, રાજ્યની તમામ બજારો સાંજે 7 વાગ્યા સુધી ધમધમશે

રાજ્યમાં ગુજરાત સરકાર હસ્તકની લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. સરકારી લેબોરેટરી ટેસ્ટની દૈનિક ક્ષમતા પુર્ણ થઇ જાય અને ત્યાર બાદ જો ટેસ્ટની જરૂર હોય તો જ ખાનગી લેબોરેટરીમાં કરાવવા માટેની મંજુરી આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube