ત્રણ હજાર રૂપિયાના ઝઘડામાં યુવકને મળ્યું મોત! સુરતમાં અજાણ્યા ઇસમે ચપ્પુના ઘા ઝીંકી આપ્યો અંજામ

સુરતમાં નજીવી બાબતે હત્યા જેવા બનાવોમાં વધારો થયો છે.મારામારી, હત્યા જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બનતી જઈ રહી છે. જ્યાં ગત રોજ સુરતના મહિધરપુરા વિસ્તારમાં મોડી સાંજે માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતીદેતી મામલે યુવકની હત્યા કરી દેવાઈ હતી.

ત્રણ હજાર રૂપિયાના ઝઘડામાં યુવકને મળ્યું મોત! સુરતમાં અજાણ્યા ઇસમે ચપ્પુના ઘા ઝીંકી આપ્યો અંજામ

ઝી બ્યુરો/સુરત :સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગત રોજ મોડી સાંજે યુવકની સરાજાહેર થયેલ હત્યા કેસમાં હત્યારાની ગણતરીના કલાકોમાં પોલીસે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. પોલીસ તપાસમાં મૃતકે આરોપી પાસેથી ત્રણ હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. જે ઉઘરાણી માટે મૃતકે પોતાના ભાઈ સહિત બે મિત્રોને ગોપીપુરા વિસ્તારમાં મોકલ્યા હતા. જ્યાં ચીકનની લારી પર રહેલા આરોપીએ રૂપિયાની ઉઘરાણી માટે આવેલ મૃતકના ભાઈ અને તેના મિત્રો જોડે ગાળાગાળી કરી હતી. જે બાબતની જાણ થતાં સ્થળ પર પહોંચેલા યુવકને ઉપરાછાપરી ઘા ઝીંકી આરોપીએ મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.

સુરતમાં નજીવી બાબતે હત્યા જેવા બનાવોમાં વધારો થયો છે.મારામારી, હત્યા જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બનતી જઈ રહી છે. જ્યાં ગત રોજ સુરતના મહિધરપુરા વિસ્તારમાં મોડી સાંજે માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતીદેતી મામલે યુવકની હત્યા કરી દેવાઈ હતી. મહિધરપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ગત રોજ મોડી સાંજે સુરતના વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે હત્યાની ઘટના બનવા પામી હતી. પિયુષ ઉર્ફે રામુ ધનજીભાઈ રાણાને અજાણ્યા ઇસમે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. 

બનાવની જાણકારી માટે મહિધરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મહિધરપુરા પોલીસે મૃતકના ભાઈ ભાવેશ રાણાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જ્યારે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા હતા. મૃતક ભાઈ ભાવેશ રાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર, પિયુષ ઉર્ફે રામુ તેનો ભાઈ થાય છે. પીયૂષને હત્યારા વિવેક પાસે રૂપિયા 3 હજાર લેવાના નીકળતા હતા. જેથી ગત રોજ પોતે પોતાના બે મિત્રો સાથે ગોપીપુરા ખાતે માંજો ઘસાવવા માટે જઈ રહ્યા હતા.

આ સમયે પોતાના ભાઈ પિયુષ દ્વારા હત્યારા વિવેક પાસેથી બાકી નીકળતા 3000 રૂપિયા લઇ આવવા માટે જણાવ્યું હતું.જેથી પોતાના મિત્રો સાથે ગયો હતો તે દરમ્યાન મહિધરપુરા પાણીની ટાંકી પાસે આવેલ ચીકનની લારી પર ચિકન ખાતા વિવેક ઉર્ફે વીકી હેમંતકુમાર ચેવલી પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી. પરંતુ વિવેક દ્વારા પોતાની જોડે ગાળાગાળ કરવામાં આવી હતી. જેથી આ બાબતની જાણ પિયુષને ટેલિફોનિક દ્વારા કરવામાં આવી હતી. જે બાદ પિયુષ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યાં પીયુશે નીકળતા રૂપિયા અંગે વિવેક જોડે માથાકૂટ કરી હતી. 

ત્યારબાદ વિવેકે કહ્યું હતું, તમે અહીં ઉભા રહો હું હાલ જ આવ છું. તેમ કહી અહીંથી ચાલ્યો ગયો હતો. જે બાદ ઘાતક હથિયાર લઈ આવેલા વિવેકે પોતાના ભાઈ પિયુષ ઉર્ફે રામુ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈ એ આપેલી ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અલગ અલગ દિશામાં ટીમો દોડાવવામાં આવી હતી. જ્યાં હત્યાનો આ આરોપી શહેર છોડી ભાગી છૂટે તે પહેલા ગોડાદરા -પુણા રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. હાલ તો આરોપી વિવેક ઉર્ફે વીકી હેમંતકુમાર ચેવલીની ધરપકડ કરી વધુ તપાસ મહિધરપુરા પોલીસવાળા હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news