ડ્રાઈવર વગર અડધી રાત્રે અચાનક દોડવા લાગ્યું ટ્રેક્ટર, જુઓ Video

ગોંડલના મોવિયા ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં રાત્રિના સમયે ડ્રાઇવર વગર એક ટ્રેક્ટર અચાનક દોડવા લાગે છે. 

ડ્રાઈવર વગર અડધી રાત્રે અચાનક દોડવા લાગ્યું ટ્રેક્ટર, જુઓ Video

ગોંડલઃ ક્યારેય ડ્રાઇવર વગર ટ્રેક્ટર ચાલતું જોયું છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં આવી ઘટના સામે આવી છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજ પ્રમાણે એક ટ્રેક્ટર રાત્રે અચાનક દોડવા લાગે છે. જેમાં જોઈ શકાય છે કે, રાત્રિનો સમય છે અને આ ટ્રેક્ટર રસ્તા પર દોડી રહ્યું છે. પણ નવાઈની વાત એ છે કે, આ ટ્રેક્ટર વગર ડ્રાઈવરે દોડ્યું. જીહાં લાગીને તમને પણ નવાઈ કે આવું કઈ રીતે શક્ય છે. પણ આવું થયું છે જ્યાં વગર ડ્રાઈવરે આપો આપ ટ્રેકટર ચાલુ થઈ રોડ પર આવ્યું.

રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પણ આ ઘટના જોઈને ચોંકી ગયા હતા. જોકે, ટ્રેક્ટર થોડીવાર પછી સહકારી મંડળી પાસે ફેન્સિંગ પોલ સાથે અથડાઈને ઉભુ રહી ગયું હતું. જોકે, આ વીડિયો સામે આવતા ગામમાં એક જ સવાલ ઉઠ્યો છે કે આ કોઈ ચમત્કારિક બનાવ છે કે અન્ય કોઈની સંડોવણી?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news