અમદાવાદ : થેફ્ટ સિક્યુરિટી સાઈરન હોવા છતાં Appleના શો રૂમમાંથી લાખોના મોબાઈલની ચોરી

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી એપ્પલ કંપનીના શો રૂમમાંથી તસ્કરો લાખો રૂપિયાના મોબાઈલ અને હાર્ડવેરના સ્પેરસ્પાર્ટ ચોરી થઈ છે. તસ્કરોએ શો રૂમનું બંને બાજુ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે થેફ્ટ સિક્યુરિટી સાયરન ચાલુ થઈ ગયુ હોવા છતાં ચોર કઈ રીતે ચોરી કરી ફરાર થયા અને સવારે 10 વાગ્યા સુધી કેમ કોઈને સાયરન ન સંભળાઈ તેના પર સવાલ ઉભા થયા છે.
અમદાવાદ : થેફ્ટ સિક્યુરિટી સાઈરન હોવા છતાં Appleના શો રૂમમાંથી લાખોના મોબાઈલની ચોરી

જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી એપ્પલ કંપનીના શો રૂમમાંથી તસ્કરો લાખો રૂપિયાના મોબાઈલ અને હાર્ડવેરના સ્પેરસ્પાર્ટ ચોરી થઈ છે. તસ્કરોએ શો રૂમનું બંને બાજુ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે થેફ્ટ સિક્યુરિટી સાયરન ચાલુ થઈ ગયુ હોવા છતાં ચોર કઈ રીતે ચોરી કરી ફરાર થયા અને સવારે 10 વાગ્યા સુધી કેમ કોઈને સાયરન ન સંભળાઈ તેના પર સવાલ ઉભા થયા છે.

વડોદરામાં ભયાનક મોતની ઘટના, લિફ્ટ અને દિવાલ વચ્ચે સેન્ડવીચ થઈ ગયું મહિલાનુ માથુ

બોડકદેવ વિસ્તારમાં એશિયન સ્કવેરમાં આઇવિનસ નામનો એપ્પલનો સ્ટોર આવેલો છે. શનિવારે સ્ટાફ રાબેતા મુજબ સ્ટોર બંધ કરી ઘરે ગયા હતા. રવિવારે સવારે સ્ટાફે આવીને જોતા લોકનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. શટર ઊંચું કરી અંદર કરી જોતા કાચનો દરવાજો ખુલ્લો હતો અને થેફ્ટ સાયરન ચાલુ હતું. સ્ટાફના લોકોએ મેનેજર અને પોલીસને જાણ કરી હતી. 

વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તસ્કરો સ્ટોરમાંથી 40 લાખના એપલના મોબાઈલ અને હાર્ડવેર અને રોકડા રૂ. 1.50 લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્ટોરમાં અંદર અને બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં પણ જજિસ બંગલો રોડ પર આવેલા આઇપલ નામના એપલ સ્ટોરમાં ચોરી થઈ હતી. 9 લોકોની ગેંગે 40 લાખથી વધુના મોબાઈલ અને આઇપેડની ચોરી કરી હતી. જેથી આ જ ગેંગે ફરી સક્રિય થઈ ચોરી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news