કોઇ પણ પરિસ્થિતીનો ઉકેલ છે તમારામાં કરવાની ધગશ જોઇએ, દુખનાં દરિયાને પાર કરી GPSC પાસ કરી

ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જી.પી.એસ.સી. ની પરીક્ષામાં મેદાન માર્યું છે. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમત નહી હારી અમિતા પટેલે જે કરી બતાવ્યું છે એ આર્થિક રીતે સધ્ધર પરિવારના કોઈ દીકરા કે દીકરી પણ નહીં કરી શકે. હાલ ગુજરાતના ધંધુકા ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતી અમિતા શુક્રવારે જયારે ધંધૂકાથી પરત ઘરે ફરી ત્યારે તેનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

Updated By: Jan 22, 2021, 11:59 PM IST
કોઇ પણ પરિસ્થિતીનો ઉકેલ છે તમારામાં કરવાની ધગશ જોઇએ, દુખનાં દરિયાને પાર કરી GPSC પાસ કરી

કિરણસિંહ ગોહીલ/સુરત : ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જી.પી.એસ.સી. ની પરીક્ષામાં મેદાન માર્યું છે. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમત નહી હારી અમિતા પટેલે જે કરી બતાવ્યું છે એ આર્થિક રીતે સધ્ધર પરિવારના કોઈ દીકરા કે દીકરી પણ નહીં કરી શકે. હાલ ગુજરાતના ધંધુકા ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતી અમિતા શુક્રવારે જયારે ધંધૂકાથી પરત ઘરે ફરી ત્યારે તેનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

જૂનાગઢ: માતાની નજર સામે જ યુવકે કર્યું એવું કામ કે માનવતા શરમમાં મુકાઇ ગઇ

જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા અસનાબાદ ગામમાં રહેતી અમિતા પટેલ ખૂબ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. પ્રાથમિક શિક્ષણ ગામ ની પ્રાથમિક શાળામાં મેળવ્યા બાદ ઉચ્ચતર શિક્ષણ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું. પિતાનું સ્વપ્ન હતું કે, દીકરી શિક્ષક બને. આથી અમિતાએ પિતાનું સ્વપન સાકાર કરવા ધો-11માં આર્ટ્સ સાથે અભ્યાસ શરૂ કર્યો પરંતુ એક શિક્ષકે તેણીને સલાહ આપી કે તું હોનહાર છે, તારે આર્ટ્સ નહીં સાયન્સ લેવાની જરૂર છે. બસ અહીંથી જ એમનો જિંદગીનો આખો વળાંક આવ્યો.

મહિલા કહ્યું ક્લાસ-2 છું થાય તે કરી લો, ગુનો કર્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓનાં કારણે PSI એ ઝુકવું પડ્યું
ધો-11 સાયન્સ હજુ શરૂ જ કર્યું ત્યાં જ એવી એક ઘટના બની કે ઘટના બાદ કોઈ દીકરી આગળ વધવાનું તો શું, કદાચ ભણવાનું પણ છોડી દે. વર્ષ 2010 માં એમના પિતા રાકેશભાઈ પટેલનું અવસાન થયું અને ઘરની તમામ જવાબદારી માતા પદમાંબેન ઉપર આવી ગઈ. દીકરી અમિત અને દીકરો વિશાલ બંને ખૂબ નાના હોવાથી પરિવાર ખૂબ આઘાતમાં સપડાઈ ગયો હતો. ઘરની આર્થિક સ્થિતિ એટલી કપરી હતી કે, માતાએ મજૂરી કામ કરીને દીકરીને ભણાવી. દીકરી અમિતા ભણવામાં પહેલાથી જ હોશિયાર હતી. તેણીએ સિવિલ એન્જીનિયર બનીને પહેલા તાલુકા પંચાયત ઓલપાડ ખાતે નોકરી કરી અને હવે ઇરીગેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી રહી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલીઓનો દોર

અસનાબાદ વિસ્તાર ખૂબ નાનો વિસ્તાર છે. અહીં ઓછી વસ્તી છે. કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી કે, પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સામાન્ય પરિવારની દીકરી આટલા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી જશે. પરંતુ અમિતાએ પોતાની આગળ વધવાની લગન, અથાગ પુરુષાર્થ, માતાના સહકાર અને દાદાના આર્શીવાદ સાથે આજે વર્ગ-2 ની સુપર ક્લાસ ટુ અધિકારી બની છે. જેનો હરખ તેના આડોશપાડોશમાં પણ સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube