જૂનાગઢ: માતાની નજર સામે જ યુવકે કર્યું એવું કામ કે માનવતા શરમમાં મુકાઇ ગઇ

જીલ્લાના માળીયા હાટીના જુથળ ગામે નરાધમ દીકરાએ ચાકુનાં ઘા ઝીંકી વૃદ્ધ બાપની હત્યા કરી લોહીના સંબંધોનો 'લોહિયાળ અંત' આવ્યો હત્યારા પુત્રને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી તપાસ હાથ ધરી હતી. માળીયા હાટીના જુથળ એવા નાનકડા ગામમાં  દીકરાએ વૃદ્ધ પિતાને છરીના ઘા ઝીંકતા મેરામણ ભાઈ કરૂણ મોત નીપજ્યું હતું . જે પીતા એ દીકરા ને કંઈક અરમાનો સાથે મોટો કર્યો તેજ દીકરાએ એક જ ઝાટકે પીતાને આડેધડ છરીના ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 

Updated By: Jan 22, 2021, 11:39 PM IST
જૂનાગઢ: માતાની નજર સામે જ યુવકે કર્યું એવું કામ કે માનવતા શરમમાં મુકાઇ ગઇ

જૂનાગઢ: જીલ્લાના માળીયા હાટીના જુથળ ગામે નરાધમ દીકરાએ ચાકુનાં ઘા ઝીંકી વૃદ્ધ બાપની હત્યા કરી લોહીના સંબંધોનો 'લોહિયાળ અંત' આવ્યો હત્યારા પુત્રને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી તપાસ હાથ ધરી હતી. માળીયા હાટીના જુથળ એવા નાનકડા ગામમાં  દીકરાએ વૃદ્ધ પિતાને છરીના ઘા ઝીંકતા મેરામણ ભાઈ કરૂણ મોત નીપજ્યું હતું . જે પીતા એ દીકરા ને કંઈક અરમાનો સાથે મોટો કર્યો તેજ દીકરાએ એક જ ઝાટકે પીતાને આડેધડ છરીના ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 

મહિલા કહ્યું ક્લાસ-2 છું થાય તે કરી લો, ગુનો કર્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓનાં કારણે PSI એ ઝુકવું પડ્યું

સમગ્ર હત્યા મામલે બનાવની વિગતો એવી છે કે, માળીયા હાટીનાના જુથળ ગામે રહેતા વૃદ્ધ મેરામણભાઈ જીવાભાઈ કાથડને દીકરાએ છરીના ઘા ઝીંકતા તેમની હત્યા થઈ હતી. તેનો હત્યારો દીકરો ગોવિંદ જૂના મન દુ:ખને લઈને અદાવત રાખીને બેઠો હતો. ત્યારે મોડી સાંજે ઘરમાં પરીવાર એક સાથે હતા. જેમાં ગોવિંદ અને તેના પીતા મેરામણ અને તેના પત્ની વિજયા બેન પણ હતા, ત્યારે અચાનક ઝગડો વધી જતા માતાની સામે જ પોતાના પીતાને છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલીઓનો દોર 

મૃતક મેરામણભાઇ સાથે તેનો દીકરો ગોવિંદ રોજ ગાડી બાબતે ઝઘડો કરતો હતો. ગોવિંદનો મોટો ભાઈ તેના પિતા તથા ગોવિંદના ઝઘડાથી કંટાળી પોતાની પત્ની સાથે રાજકોટ રહેવા જતો રહ્યો હતો. આમ નાના એવા પરીવારના ઝગડામાં પીતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર ગોવીંદ કાથડને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. જયારે માળીયા હાટીના પોલીસ સ્ટેશન મૃતક મેરામણ ભાઈના પત્નીવીજીયા બેનેએ પુત્ર ગોવિંદ વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે 302 નો ગુન્હો માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube