અરવલ્લીની આ છે 'મધર ટેરેસા', જેમણે સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારની બહેનોનું જીવન બદલી નાખ્યું

વિશ્વ આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં એક મહિલા છેલ્લા 15 વર્ષથી મધર ટેરેસા તરીકે કામ કરી રહી છે. વાત છે મેઘરજ તાલુકાના નવાગામ ગામના અને આદિવાસી સમાજમાંથી આવતા શર્મિષ્ઠા બેન મનાતની

અરવલ્લીની આ છે 'મધર ટેરેસા', જેમણે સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારની બહેનોનું જીવન બદલી નાખ્યું

સમીર બલોચ, અરવલ્લી: વિશ્વ મહિલા દિન નિમિત્તે સ્ત્રી શક્તીકરણની વાતો કરવામાં આવે છે પણ અરવલ્લી જિલ્લાની એક મહિલાએ સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારની બહેનોનું જીવન બદલી નાખ્યું. આ છે અરવલ્લીની ''મધર ટેરેસા''

વિશ્વ આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં એક મહિલા છેલ્લા 15 વર્ષથી મધર ટેરેસા તરીકે કામ કરી રહી છે. વાત છે મેઘરજ તાલુકાના નવાગામ ગામના અને આદિવાસી સમાજમાંથી આવતા શર્મિષ્ઠા બેન મનાતની. એક એવા સમાજમાંથી તેઓ આવે છે જ્યાં સ્ત્રીઓ માટે સામાજિક જીવનમાં મજબૂતી મેળવવી જ મોટી વાત છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં જો મહિલાને શિક્ષણ મળે તો તે શું કરી છે તેનું ઉત્તમ ઉદાહરણ શર્મિષ્ઠાબેન મનાત છે.

શર્મિષ્ટા બેને સૌ પ્રથમ તો પોતાની કારકિર્દીમાં ગ્રેજ્યુએટ થઇ મહિલા તરીકે 2002 થી કાર્યરત થઇ ગામની અને આજુબાજુની મહિલાઓને સખી મંડળ અને બચત ખાતા વિશે માહિતી આપી જૂથોની રચના કરી અને સખી મંડળની શરૂઆત કરી, જેમાં મહિલાઓને ભેગી કરી. મહિલાઓ સાથે ચર્ચા કરી. સૌ પ્રથમવાર દસથી વિસ રૂપિયાના બચતથી બચત ખાતાની શરૂઆત કરી. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમજ વધુ બચત કરી અને બેંકો દ્વારા આંતરિક ધિરાણ આપવામાં આવ્યું અને બચત થકી મહિલાઓને ઓછા વ્યાજે ઉદ્યોગો તેમજ કામકાજ અર્થે એ લોન આપી આર્થિક રીતે મહિલાઓને પોતાના પગ પર કઈ રીતે ઉભા રહી શકાય તે શીખવાડ્યું. ત્યારબાદ શર્મિષ્ટા બેને 2008 માં પોતાના ગામમાં આંગણવાડી કાર્યકર તરીકેની નોકરી મેળવી હતી.

તેઓ હંમેશા કાર્યશીલ અને પ્રગતિશીલ હતા. તેમની મહેનત હજુ રોકાવાનું નામ ન લેતી હતી અને આંગણવાડીમાં પણ સૌ નાના બાળકોને અને એક કાર્યકર તરીકે સારી કામગીરી સતત ચાલુ રાખી અને આ બાબતે ગુજરાત સરકાર દ્વારા નોંધ લેવામાં આવી અને 2014 /15 માં એક શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે સરકાર દ્વારા યશોદા એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. ઉપરાંત આજે પણ આ મહિલા બાળકો સહીત મહિલાઓને સાથે લઇ એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અત્યારે હાલ 8 જેટલા સખી મંડળો પણ ચાલી રહ્યા છે અને બચત પણ થઇ રહી છે. ત્યારે આજે મહિલા દિવસે તેમને જણાવ્યું હતું કે મહિલાઓને હું હંમેશા સાથે રાખીને ચાલીશ અને ગામમાં પ્રથમ જન્મેલ કન્યાને વહાલી દીકરી યોજનાનો લાભ અપાવીશ. આમ મહિલા તરીકે આજે પણ સતત કાર્ય શીલ મહિલા તરીકે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news