આ યુવાનમાં રામકથા તથા હનુમાન ચાલીસા ઊંધી લખવાની અનોખી કુશળતા

ગોંડલ તાલુકાના રીબડા ગામના ગિરાસદાર યુવાન રામકથા તેમજ હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાને ઉંધી લખી શકવાની કૌશલ્યતાને ગુરુના આશિષ માની રહ્યા છે. રીબડાના રહેવાસી ખેતીવાડી તેમજ ગોંડલ પાસે રાજારામ હોટલ ચલાવતા સર્વજીતસિંહ શત્રુઘનસિંહ જાડેજા હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રામકથા અને હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે.

આ યુવાનમાં રામકથા તથા હનુમાન ચાલીસા ઊંધી લખવાની અનોખી કુશળતા

જયેશ ભોજાણી/ગોંડલ: ગોંડલ તાલુકાના રીબડા ગામના ગિરાસદાર યુવાન રામકથા તેમજ હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાને ઉંધી લખી શકવાની કૌશલ્યતાને ગુરુના આશિષ માની રહ્યા છે. રીબડાના રહેવાસી ખેતીવાડી તેમજ ગોંડલ પાસે રાજારામ હોટલ ચલાવતા સર્વજીતસિંહ શત્રુઘનસિંહ જાડેજા હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રામકથા અને હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે. 

આ યુવાન દ્વારા ઉંધી રીતે 47 જેટલી બુક લખવામાં આવી છે. જેના આશરે પેઇજ 4772 થાય છે અને તાજેતરમાં જ તેઓ દ્વારા ઉંધી લિપિના લખાણ વાળી બુક પ્રિન્ટ કરાવી પૂજ્ય હરિચરણદાસજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવી હતી. તેઓની આ સિદ્ધિને સર્વજીતસિંહ ધોરાજી સ્થિત ચૈતન્ય હનુમાનજી મંદિર પંચદર્શનનામ અખાડાના ગુરુ પૂજ્ય લાલુગીરી બાપુના આશીર્વાદ ગણી રહ્યા છે.

જન્મતાની સાથે જ અનાથ બનેલી બાળકીને એડિશનલ જજે લીધી દત્તક

તેઓની પ્રેરણાથી જ તેઓનાં લેખન શૈલીમાં વૃદ્ધિ થવા પામી છે. હાલ તેઓ માત્ર એક જ કલાકમાં હનુમાન ચાલીસા ઊંધી રીતે લખી શકે છે. સર્વજીતસિંહને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પિતાની આ અનોખી સિદ્ધિથી તેઓ પણ રોમાંચિત છે.

જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news