અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા, રાજસ્થાનથી લાવીને અહીં કરતા હતા વેચાણ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનો જથ્થો સિલસિલાવાર ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ છે જે લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 

અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા, રાજસ્થાનથી લાવીને અહીં કરતા હતા વેચાણ

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 118 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે. કુલ 19 લાખ 08 હજાર 750 રૂપિયાના મુદ્દા માલ સાથે હિમેશ ગાર્ગે, મોનેશ ગાર્ગે, તથા ચાણક્ય ઘમંડે નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમા આવેલા આ ત્રણેય આરોપીઓ મૂળ અમદાવાદ શહેરના સરદાર નગરની અંદર આવેલા છારાનગર તથા કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ત્રણેય આરોપીઓ છેલ્લા થોડાક સમયથી નાર્કોટિક્સના ધંધામાં એક્ટિવ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પકડાયેલા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ હિમેશ અને મોનેશની માતા સપના સરદારનગરની લિસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ છઠ્ઠી અર્બન 20 (U20)બેઠકની યજમાની કરશે

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનો જથ્થો સિલસિલાવાર ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ છે જે લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તે રાજસ્થાનથી લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસનું પણ એકંદરે માનવું છે કે રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો બહુ ઓછી વખત આવતો હોય છે એટલે પેડલરોએ હવે રાજસ્થાનનો રૂટ પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

હાલ એસોજી ક્રાઈમ બ્રાન્ચ છે 19 લાખના એમ.ડી ડ્રગના જથ્થા સાથે ત્રણ આરોપીઓની તો ધરપકડ કરી લીધી છે. ત્યારે બીજી તરફ આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી કેવી રીતે ગુજરાતમાં આવ્યો કોણે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો ઉપરાંત રાજસ્થાનના કયા વ્યક્તિ પાસેથી આ નશાનો કાળો કારોબાર આરોપીઓએ ખરીદ્યો હતો તેને લઈને સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતની દમણગંગા નદી બની પ્રદૂષિત, કપડાં ધોવા લાયક પણ નથી રહ્યું નદીનું પાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news