મહીસાગરમાં ફરી વાઘ આવ્યો, રાતના અંધારામાં આવી ચઢેલા જંગલી પ્રાણીનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ખેતરમાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ સાથે ફરી મહીસાગરમાં વાઘ આવ્યાની ચર્ચાએ વાયુવેગે ફેલાઈ ગઈ છે. આ વીડિયો હાલ મહીસાગર પંથક (tiger in gujarat) માં વાયરલ થયો છે. 

મહીસાગરમાં ફરી વાઘ આવ્યો, રાતના અંધારામાં આવી ચઢેલા જંગલી પ્રાણીનો વીડિયો થયો વાયરલ

અલ્પેશ સુથાર/મહીસાગર :ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ખેતરમાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ સાથે ફરી મહીસાગરમાં વાઘ આવ્યાની ચર્ચાએ વાયુવેગે ફેલાઈ ગઈ છે. આ વીડિયો હાલ મહીસાગર પંથક (tiger in gujarat) માં વાયરલ થયો છે. 

મહીસાગરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વાઘ દેખાઈ રહ્યો છે. રાતના સમયનો આ વીડિયો છે. આ વીડિયોમાં કેટલાક લોકો વાત કરી રહ્યાં છે, આ ભાષા મહીસાગરના સ્થાનિક લોકો દ્વારા બોલાતી ભાષા છે. તેના પરથી મહીસાગર જિલ્લાનો હોવાનું અનુમાન છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 

વારંવાર મહીસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર મળે છે. તેના પુરાવા પણ સામે આવતા રહ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં ખાનપુરના જેઠોલા ગામ પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે વન વિભાગની ટીમે તપાસ કરી હતી 
ગત વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહીસાગરના જંગલમાં વાઘ દેખાયો હતો. જેના બાદ વનવિભાગે તેની શોધખોળ કરી હતી. પરંતુ વનવિભાગને મૃત વાઘ હાથ લાગ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન ઝાડીઓમાં ફસાયેલ અને કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત વર્ષે જે વિસ્તારમાં વાઘ દેખાયો હતો તે વિસ્તારમાં વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વનવિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગઢ ગામ દેખાયા પૃષ્ટિ કરવામાં આવી હતી. વનવિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા હતા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે અમદાવાદની વન વિભાગની ટીમ પણ વાઘ અંગે સર્ચ કરવા માટે પહોંચી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news