Corona: બીજી લહેર આ ઉંમરના લોકો પર પડી ભારે અસર, ICMR ના સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

બીજી લહેરમાં ચપેટમાં આવનાર લોકોની સરેરાશ ઉંમર પહેલી લહેરના મુકાબલે ખૂબ ઓછી હતી બીજી લહેરમાં 48.7 ઉંમરના લોકો ચપેટમાં આવ્યા છે.

Corona: બીજી લહેર આ ઉંમરના લોકો પર પડી ભારે અસર, ICMR ના સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), એમ્સ (AIIMS) અને નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રીએ કોરોનાની પ્રથમ અને બીજી લહેરનું આંકલન કર્યું છે. બંને વચ્ચે કેટલાક મોટા ફેરફાર સામે આવ્યા છે. સર્વેમાં Indian Journal of Medical Research માં છાપવામાં આવ્યું છે. આ આંકલન 18961 દર્દીઓ પર કરવામાં આવ્યું છે જેમાંથી પહેલીવારના 12059 દર્દી હતા અને બીજી લહેરના 6903  દર્દી છે.

બીજી લહેરમાં સંક્રમિત પુરૂષોની સંખ્યા ઘટી
જોવામાં આવ્યું છે કે બીજી લહેરમાં ચપેટમાં આવનાર લોકોની સરેરાશ ઉંમર પહેલી લહેરના મુકાબલે ખૂબ ઓછી હતી બીજી લહેરમાં 48.7 ઉંમરના લોકો ચપેટમાં આવ્યા છે. જ્યારે પ્રથમ લહેરમાં આ આયુ લગભગ 51 હતી. જોકે બંને જ લહેરમાં 70% દર્દી 40 વર્ષથી મોટી ઉંમરના હતા અને બીજી લહેરમાં પુરૂષોની સંખ્યા પ્રથમ લહેરના મુકાબલે થોડી ઓછી હતી. બીજી લહેરમાં 63.7 ટકા પુરૂષ ચપેટમાં આવ્યા હતા જ્યારે પ્રથમ લહેરમાં 65.4 ટકા પુરૂષ કોરોના વાયરસ (Coronavirus) ની ચપેટમાં આવ્યા હતા. 

ઓક્સીનની વધી માંગ
બીજી લહેરમા6 49 ટકા દર્દીઓને શ્વાસની તકલીફ ઉભી થઇ હતી, જ્યારે પ્રથમ લહેરમાં 43 ટકા દર્દીઓએ આ ફરિયાદ કરી હતી. બીજી લહેરમાં 13 ટકા 1422 દર્દીઓને ARDS એટલે કે એક્યૂટ રેસ્પિરેટ્રી ડિસ્ટ્રેસ સિંડ્રોમ થયો જ્યારે પ્રથમ લહેરમાં આ સંખ્યા 880 દર્દીની એટલે કે લગભગ 8 ટકા રહી. બીજી લહેરમાં ઓક્સીજનની ખપત ઝડપથી વધી 50 ટકા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી જ્યારે પહેલી લહેરમાં 42.7 ટકા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી હતી. વેંટિલેટરના મામલે પણ પણ એવું જ રહ્યું. 16 ટકા દર્દીઓને બીજી લહેરમાં વેંટિલેટર પર જવાની જરૂર પડી જ્યારે પ્રથમ લહેરમાં 11 ટકા દર્દીઓને તેની જરૂર પડી હતી. 

યુવાનો થયા સંક્રમિત
20 થી 39 વર્ષના 26.5 ટકા એટલે મોટી સંખ્યામાં યુવાનો બીજી લહેરમાં ચપેટમાં આવ્યા. પહેલી લહેરમા6 23.7 ટકા લોકો આ આયુ વર્ગના હતા. આ પ્રકારને 40 થી 60 વર્ષની વચ્ચેના 41.3 દર્દી ચપેટમાં આવ્યા હતા, બીજી લહેરમાં 40 ટકા દર્દી આ આયુ વર્ગમાંથી હતા. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓની સંખ્યા બીજી લહેરમાં 27.8 ટકા હતી જ્યારે પહેલી લહેરમાં 32 ટકા એટલે કે પહેલી લહેરમાં આ સંખ્યા વધુ હતી. બીજી લહેરમાં 67.7 યુવાનો ચપેટમાં આવ્યા, પહેલી લહેરમાં 65.4 ટકા યુવાનો ચપેટમાં આવ્યા હતા. આ પ્રકારે મહિલાઓની વાત કરવામાં આવે તો બીજી લહેરમાં 36 ટકા મહિલાઓ અને પહેલી લહેરમાં 34.5 ટકા મહિલાઓ કોરોના સંક્રમિત થઇ હતી. એટલે કે વધુ ફરક નથી. 

કઇ બિમારીવાળા વધુ શિકાર બન્યા?
કોરોના વાયરસના દર્દીઓમાં સૌથી વધુ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ સંક્રમિત થયા. બીજી લહેરમાં 27.6 ટકા દર્દીઓને હાઇ બીપી હતું, 5 ટકા દર્દીઓને ડાયાબિટીઝના હતા, 4 ટકા દર્દીઓ હાર્ટના બિમાર હતા. 1 ટકા જેમને શ્વાસની બિમારી હતી અને 1 ટકા દર્દીઓને જ અસ્થમા જ્યારે પહેલી લહેરમાં પણ સૌથી વધુ દર્દી હાઇ બ્લડ પ્રેશરના હતા. 34 ટકા દર્દીઓને હાઇ બેપી હતું 26.5 ટકા દર્દીઓને ડાયાબિટીસ હતી. હાર્ટની બિમારીના શિકાર 7 ટકા દર્દીઓને પહેલી લહેરમાં કોરોના થયો. શ્વાસની બિમારીવાળા 1.9 ટકા અને અસ્થમાની બિમારીવાળા પણ 1.9 ટકા દર્દીઓ પહેલી લહેરમાં કોરોનાનો શિકાર થયા હતા. 

કઇ ઉંમરના કેટલા દર્દીઓના થયા મોત
બીજી લહેરમાં જીવ ગુમાવનારાની સંખ્યા પહેલી લહેરના મુકાબલે 3 ટકા વધુ હતી તેમાં કુલ મળીને 13412 રેકોર્ડ જોવા મળ્યા હતા. દરેક આયુ વર્ગમાં પ્રથમ લહેરના મુકાબલે વધુ મોત થયા હતા. જ્યારે 20 વર્ષથી ઉંમરના લોકોની બીજી લહેરમાં ઓછા મોત થયા હતા. કુલ મળીને પહેલી લહેરમાં 1058 દર્દીઓના જીવ ગયા હતા જે આંકડાનો કુલ 10 ટકા છે. બીજી લહેરમાં 403 એટલે કે 13% લોકોના મોત થયા. જો ઉંમર મુજબ જોઇએ તો બીજી લહેરમાં 20 વર્ષથી ઓછી ઉંમરના 6 લોકોના જીવ ગયા હતા એટલે કે કુલ 4.7 ટકા જ્યારે પહેલી લહેરમાં 23 લોકોના જીવ ગયા હતા. ટકાવારીમાં આ 6.1 હતો. 20 થી 39 આયુ વર્ગમાં બીજી લહેરમાં 6.5 ટકા પહેલીમાં 3.5 ટકા લોકોના મોત થયા હતા. 

બંને લહેરમાં આટલા લોકો પર થયો સર્વે
40 થી 60 આયુ વર્ગમાં બીજી લહેરમાં 12.1 ટકા લોકોના જીવ ગયા જ્યારે પહેલી લહેરમાં આ આંકડો 9.2 ટકા હતો. 60 વર્ષથી વધુની ઉંમરમાં 198 લોકો બીજી લહેરમાં શિકાર થયા હતા એટલે કે લગભગ 22 ટકા જ્યારે પહેલી લહેરમાં 568 લોકો શિકાર થયા હત એટલે કે 17 ટકા  પહેલી લહેર માટે સપ્ટેમ્બર 2020 હ્તી ફેબ્રુઆરી 2021 સુધીનો સમય પસંદ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી લહેરમાં ફેબ્રુઆરી 2021 થી મે 2021 સુધીનો સમય સિલેક્ટ કરવામાં આવ્યો હતો. તેમાં કુલ મળીને 18961 દર્દીઓ સામેલ હતા. પહેલી લહેરના 12059 દર્દીઓ તો બીજી લહેરના 6903 દર્દીઓ હતા. આ તમામ હોસ્પિટલમાં ભરતી રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news