CM Yogi એ સ્વિકારી ઓવૈસીની ચેલેંજ, કહ્યું હતું- 2022માં મુખ્યમંત્રી બનવા દઇશું નહી
અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં જ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇંશાલ્લાહ યોગીને ફરીથી ઉત્તર પ્રદેશના સીએમ બનવા દઇશું નહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ એઆઇએમઆઇએમ (AIMIM) ના અધ્યક્ષ અસદુદીન ઓવૈસી (Asaduddin Owaisi) ની ચેલેંજ સ્વિકાર કરી લીધી છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી દેશના મોટા નેતા છે. જો તે આગામી વિધાનસભા ચૂંટણી (UP Assembly Polls 2022) માટે ચેલેંજ આપી રહ્યા છે તો ભાજપ (BJP) કાર્યકર્તા તેને સ્વિકાર કરશે. ભાજપ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ફરીથી સરકાર બનાવશે. તેમાં કોઇ શંકા નથી.
ઓવૈસીએ સીએમ યોગીને આપી આ ચેલેંજ
તમને જણાવી દઇએ કે અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં જ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇંશાલ્લાહ યોગીને ફરીથી ઉત્તર પ્રદેશના સીએમ બનવા દઇશું નહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
યૂપીમાં આટલી સીટો પર ચૂંટણી લડશે AIMIM
જાણી લો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ એઆઇએમઆઇએમએ ઉત્તર પ્રદેશમાં વર્ષ 2022માં થનાર વિધાનસભા ચૂંટણીમાં 100 સીટો પર લડવાની રવિવારે જાહેરાત કરી છે.
AIMIM એ ઓપી રાજભરની પાર્ટી સાથે કર્યું ગઠબંધન
ઓલ ઇન્ડીયા જમલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તે લોકો ઓમ પ્રકાશ રાજભરના નેતૃત્વવાળી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને નાની પાર્ટીઓ સાથે ગઠબંધન ભાગીદારી સંકલ્પ મોરચા સાથે મળીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે.
અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશન વિધાનસભા ચૂંટણીના સંબંધમાં અમે 100 સીટો પર અમારા ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ ઉમેદવારોને સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવારી પત્ર પણ જાહેર કરી દીધું છે.
તેમણે આગળ કહ્યું કે 'અમે ઓપી રાજભરના' 'ભાગીદાર સંકલ્પ મોરચા' સાથે છીએ. અમારી બીજી કોઇ પાર્ટી સાથે ચૂંટણી અથવા ગઠબંધનને લઇને કોઇ વાત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે