અમદાવાદથી 75 કિ.મી દૂર છે ગુજરાતનો સૌથી મોટો એડવેન્ચર પાર્ક, બાળકો માટે ફરવાનું શ્રેષ્ઠ સ્થળ

Tirupati Rushivan: તમને યકીન નહીં થાય પણ ગુજરાતનો સૌથી મોટો એડવેન્ચર પાર્ક એટલે-તિરુપતી ઋષિવન, દિવાળીનું વેકેશન હોય કે ઉનાળાની રજાઓ, તહેવાર હોય કે વીક એન્ડ અહીં હંમેશા રહે છે પ્રવાસીઓની ભીડ. અમદાવાદ નજીકનું આ સ્થળ છે પીકનીક માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન. સાબરકાંઠા જિલ્લામાં આવેલાં હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો તિરુપતી ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. 
 

અમદાવાદથી 75 કિ.મી દૂર છે ગુજરાતનો સૌથી મોટો એડવેન્ચર પાર્ક, બાળકો માટે ફરવાનું શ્રેષ્ઠ સ્થળ

Tirupati Rushivan Adventure Park: વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે. અંદાજે 150 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલો આ અમ્યુઝમેન્ટ પાર્ક  ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક પણ ગણાય છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો સૌથી મોટો રિસોર્ટ ગણાય છે. અહીં તમે રાઈડ્સ, કપલ એક્ટિવીટી, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ કરી શકો છો. 

ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા
જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. વિસનગરના પાટીદાર જીતુભાઇ પટેલે સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કર્યું છે. જીતુભાઇ પટેલે વિસનગર નજીક તિરુપતિ નેચરપાર્ક અને વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ ઉભો કર્યો છે. 2008માં તેમણે આ જમીન લીધી અને 20011માં શરૂ થયો તિરૂપતિ નેચરપાર્ક અને પછી તિરૂપતિ રિસોર્ટ. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે. અહીં આનંદપ્રમોદ કરવા માટે 17 કરતાં વધુ સ્લાઇડ્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા છે.

દેશ માટે શહાદત વહોરનારા વીરોની કૃતિઓના પણ દર્શન
તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો.  અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે. અહીંના શહીદ ગાર્ડનમાં તમને દેશ માટે શહાદત વહોરનારા વીરોની કૃતિઓના પણ દર્શન થશે. 

ફરવા માટેનો સમય-વીકેન્ડ (સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધી)

અમદાવાદથી અંતર - 75
અહીં ફરવા માટે તમે આખો દિવસ અહી રહી શકો છો. અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે. આ એડવેન્ચ પાર્ક એટલું વિશાળ છેકે, સવારથી સાંજ સુધી પરિવાર કે મિત્રો સાથે મોજ-મસ્તી કરવામાં તમારો સમય ક્યાં પસાર થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે. એકવાર જઈ આવો તમને ક્યારેય પસ્તાવો નહીં થાય. બાળકો સાથે ફરવાનું આ બેસ્ટ ડેસ્ટિનેશન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news