રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ કહેર યથાવત, ઉતરાયણે જ ફ્લૂથી 2ના મોત

રાજકોટમાં ઉતરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે 2 લોનો મોત થયા છે. મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે જેમાંથી 6 દર્દીઓના મોત નિપજ્યા છે. 

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ કહેર યથાવત, ઉતરાયણે જ ફ્લૂથી 2ના મોત

રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટમાં ઉતરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે 2 લોનો મોત થયા છે. મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે જેમાંથી 6 દર્દીઓના મોત નિપજ્યા છે. 

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. 13 જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતુ થયું હતું. મહત્વનું છે, કે મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમજ અમરેલી, મોરબી, અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ધાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના

મહત્વનું છે, કે ગત 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેશ નોઘાયા હતા જેમાંથી સારવાર દરમિયાન 4 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

ભાવનગર: સરપંચના પતિએ દલીતના મૃતદેહનો દફનવિધીનો કર્યો ઇનકાર, સમાજમાં રોષ

દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તથા મહાનગર પાલિકા દ્વારા પણ સ્વાઇન ફ્લૂનો રોગનો ફેલાવો અટકાવા માટેના કાર્ય કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં સ્લાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news