ગુજરાતના વિકાસ મોડેલથી અંજાઈને યુપી ઇલેશનમાં મૂળ ઉત્તર પ્રદેશના 1500 ગુજરાતીઓ ત્યાં જશે, જાણો શેના માટે?

UP Election News: પાંડે પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાથી છે. જ્યાં 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. તેથી પરિવારના 4 સભ્યો પોતાના 25 સંબંધીઓ સાથે મતદાન માટે ઉત્તરપ્રદેશ જશે.

ગુજરાતના વિકાસ મોડેલથી અંજાઈને યુપી ઇલેશનમાં મૂળ ઉત્તર પ્રદેશના 1500 ગુજરાતીઓ ત્યાં જશે, જાણો શેના માટે?

ઝી ન્યૂઝ/અમદાવાદ: ઉત્તર પ્રદેશમા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેમાં મતદાન કરવા માટે મૂળ ઉત્તર પ્રદેશના હોય પણ ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવ્યા હોય તેવા 1500 જેટલા લોકો માદરે વતન જઈ રહ્યા છે.

અમદાવાદના બાપુનગર, ઠક્કરબાપાનગર, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડીના મૂળ UP ના લોકો માત્ર મતદાન માટે પોતાના વતન જઈ રહ્યા છે. યુપીમાં મૂળ 7 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે, ત્યારે લોકો 2 દિવસની મુસાફરી કરીને પણ મતદાન કરવા જઈ રહ્યા છે. આ માટે zee 24 કલાકની ટીમ બાપુનગરના પાંડે પરિવારની વચ્ચે પહોંચી હતી અને તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી.

પાંડે પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાથી છે. જ્યાં 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. તેથી પરિવારના 4 સભ્યો પોતાના 25 સંબંધીઓ સાથે મતદાન માટે ઉત્તરપ્રદેશ જશે. આ પરિવારનું કહેવું છે કે ગુજરાતના વિકાસ મોડેલ જેવી પ્રગતિ ઉત્તર પ્રદેશમાં પણ થાય તે માટે તેઓ મતદાન માટે જઈ રહ્યા છે.

યુપી ચૂંટણી વિશે
ભારતના ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્સ, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે મતદાર માર્ગદર્શિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે મતદાન સ્થળો પર મહત્તમ મતદારોની સંખ્યા 1250 સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે.

જો મતદાતાઓની વાત કરવામાં આવે તો 58 વિધાનસભા સીટ પર કુલ 2.28 કરોડ મતદાતા છે જે મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.24 કરોડ પુરુષ, 1.04 કરોડ મહિલા અને 1448 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા સીટો પર 623 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 26027 મતદાન સ્થળો અને 10853 મતદાન મથકો છે. તેમાંથી કુલ 467 આદર્શ મતદાન મથકો અને 139 તમામ મહિલા કાર્યકરો મતદાન સ્થળ છે.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7057 ભારે વાહનો, 5559 હળવા વાહનો અને 120,876 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં તમામ 26,027 મતદાન સ્થળો માટે મતદાન માટે જરૂરી EVM અને VVPAT અને અલગ-અલગ જિલ્લાઓમાં પૂરતી સંખ્યામાં અનામત EVM અને VVPATની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ટેકનિકલી પ્રશિક્ષિત કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી EVM અથવા VVPATમાં કોઈ સમસ્યા હોય તો તેને તાત્કાલિક ઉકેલી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io