કોરોનાને હરાવીને રહીશું, ગણતરીની મિનિટોમાં રસીકરણ શરૂ થશે, ગાંધીનગર સિવિલમાં સેલ્ફી ઝોન બનાવાયો

Updated By: Jan 16, 2021, 10:16 AM IST
કોરોનાને હરાવીને રહીશું, ગણતરીની મિનિટોમાં રસીકરણ શરૂ થશે, ગાંધીનગર સિવિલમાં સેલ્ફી ઝોન બનાવાયો
  • ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના રસીકરણ સેન્ટરની બહાર અલગથી સેલ્ફી ઝોન ઉભો કરાયો
  • અમદાવાદમાં કોરોના વેક્સીનના શુભારંભ પૂર્વે પૂજાનું આયોજન કરાયું

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતભરમાં આજથી રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. તે પહેલા યુદ્ધ ધોરણે તૈયારીઓ કરી લેવાઈ હતી. હવે બસ રાહ છે દિલ્હીથી લીલીઝંડી મળવાની. બસ ગણતરીની મિનીટોમાં જ રસીકરણ (vaccination) નું મહાઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતના 161 સેન્ટર્સ રસી આપવા માટે સજ્જ બન્યા છે. તો સેન્ટર્સ પર વેક્સીન પહોંચાડી દેવામાં આવી છે. ત્યારે હવે જલ્દી જ આ આતુરતાનો અંત આવશે. આ માટે દરેક સેન્ટર પર અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે. તો સાથે જે વેક્સીન લેનારાઓનો ઉત્સાહ વધે તેવા પણ પ્રયાસો કરાયા છે.

આ પણ વાંચો : સ્ટાર ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન 

ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના રસીકરણ સેન્ટરની બહાર અલગથી સેલ્ફી ઝોન ઉભો કરવામાં આવ્યો છે. રસી લીધા બાદ ૩૦ મિનિટ સુધી વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ત્યારે ઓબ્ઝર્વેશનનો સમયગાળો પૂર્ણ થયા બાદ રસીકરણ લીધેલ કોરોના વોરિયર્સ સેલ્ફી ઝોનમાં ‘મેં કોરોનાની રસી લીધી છે’ તેવા પોસ્ટર સાથે સેલ્ફી ખેંચીને સોશિયલ મીડિયામાં અપલોડ કરાશે. આમ, સેલ્ફી ઝોન ઉભો કરવા પાછળનું કારણ રસીકરણ અંગેનો ભય દૂર કરવાનો છે. લોકોને ઉત્સાહ મળી રહે તે હેતુથી આ સેલ્ફી ઝોન ઉભો કરાયો છે. તો બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા રસીકરણ સેન્ટરની ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પીસી દવે દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. તેમણે વહેલી સવારે રસીકરણની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડો. કલ્પેશ અને ડોક્ટર કલ્પેશ પરીખ આજે રસી લેવાના છે. તેઓએ પણ હર્ષિલને લઈને કોઈ મૂંઝવણ ન હોવાનો દાવો કર્યો અને સૌને રસી લેવી જોઈએ તેવી અપીલ પણ કરી. 

આ પણ વાંચો :ગાંધીજીના પૌત્રએ ગાંધી આશ્રમને 550 પત્રો ભેટ આપ્યા, જે ગાંધીજીએ પુત્ર દેવદાસને લખ્યા હતા

અમદાવાદમાં વેક્સીનેશન પહેલા પૂજા
અમદાવાદમાં કોરોના વેક્સીનના શુભારંભ પૂર્વે પૂજાનું આયોજન કરાયું હતુ. મણિનગર વિસ્તાર ખાતે વેક્સીનેશન પ્રોસેસમાં કોઈ બાધા ન આવે તે માટે હવન-પૂજાનું આયોજન કરાયુંહતું. પંચનાથ મહાદેવ મંદિરમાં આ આયોજન કરાયું હતું. નાગરિકો દ્વારા ભગવાનને પ્રાર્થના કરીને કોરોના વેક્સિનની શુભ શરૂઆત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તો સાથે જ પીએમ મોદીના પોસ્ટર પણ સાથે રાખવામાં આવ્યા હતા. 

No description available.

રાજકોટમાં 9 વેક્સીનેશન સેન્ટર 
13 તારીખના રોજ કોરોના વેક્સીનનો જથ્થો રાજકોટ પહોંચ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77000 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. રિજિયોનલ વેક્સીન સ્ટોર ખાતે વેક્સીન સ્ટોરેજ કરવામાં આવી છે. રિજિયોનલ વેક્સીન સ્ટોર ખાતે 2 W.I.C અને 6 ILR ફ્રિજ કાર્યરત છે. રિજિયોનલ વેક્સીન સ્ટોર ખાતે 20 લાખ વેક્સીન સ્ટોરેજ કેપેસિટી ઉપલબ્ધ છે. વેક્સીનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ અલગ અલગ જિલ્લાને વેક્સીન ફાળવી દેવામાં આવી હતી. 

રાજકોટ જિલ્લાને 9,000 ડોઝ
રાજકોટ મનપાને 16,500 ડોઝ
જામનગર જિલ્લાને 5,000 ડોઝ
જામનગર મનપાને 9,000 ડોઝ
દ્વારકા જિલ્લાને 4,500 ડોઝ
પોરબંદર જિલ્લાને 4000 ડોઝ
મોરબી જિલ્લાને 5,000 ડોઝ
કચ્છ પંચાયતને 16,000 ડોઝની કરવામાં આવી ફાળવણી