વડોદરામાં વરસાદ કરતાં વિશ્વામિત્રીએ વેર્યો વિનાશ! એક ક્લિકે જાણો શું છે આખા શહેરની સ્થિતિ?

વડોદરા અને તેના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઓળખ વિશ્વામિત્રી ગાંડીતૂર બની છે અને આ જ નદીએ શહેરમાં એવો વિનાશ વેર્યો છે કે નજર કરીએ ત્યાં પાણી છે, પગ મુકીએ ત્યાં પાણી છે, અત્ર, તત્ર, સર્વત્ર પાણી જ પાણી છે.

વડોદરામાં વરસાદ કરતાં વિશ્વામિત્રીએ વેર્યો વિનાશ! એક ક્લિકે જાણો શું છે આખા શહેરની સ્થિતિ?

Vadodara Heavy Rains: વડોદરા અને તેના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પછી વિશ્વામિત્રીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી અને નદીના પાણી શહેરમાં ઘૂસ્યા. પાણી શહેરમાં આવતાં જ આખું શહેર સમુદ્ર બની ગયું. વિશ્વામિત્રીએ એવો વિનાશ શહેરમાં વેર્યો છે કે કોઈનું ઘર ડૂબ્યું, તો કોઈના ઝૂપડા ડૂબ્યા, શહેરમાં હવે વાહનો નહીં પણ હોડીઓ તરી રહી છે.

ચોમાસુ આવે એટલે સૌ આનંદીત હોય છે, અન્નદાતા ખુશ ખુશાલ હોય છે. શહેરીજનોને પણ ગરમીથી રાહત મળે છે. પરંતુ ઘણીવાર વરસાદ એટલો વરસતો હોય છે કે જે વિનાશ નોંતરે છે. વડોદરા અને તેના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઓળખ વિશ્વામિત્રી ગાંડીતૂર બની છે અને આ જ નદીએ શહેરમાં એવો વિનાશ વેર્યો છે કે નજર કરીએ ત્યાં પાણી છે, પગ મુકીએ ત્યાં પાણી છે, અત્ર, તત્ર, સર્વત્ર પાણી જ પાણી છે. વાહનોની જગ્યાએ નાવડીઓ ફરી રહી છે. ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરાઈ રહ્યા છે...કુદરત જાણે મધ્ય ગુજરાતના આ મહત્વપૂર્ણ શહેર પર કોપાયમાન થઈ ઉઠ્યા છે.

વડોદરાનો આ સમા વિસ્તાર છે. સમા વિસ્તાર પાણીમાં સમાઈ ગયો છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. જોઈ તમને લાગશે કે આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના હશે...પરંતુ આ પાણી રોડ પર ભરેલું છે. આ વડોદરાનો પોશ કહેવાતો વિસ્તાર છે, પણ આ પોશ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છે. શહેરની શાન MS યુનિવર્સિટી નજીક વિશ્વામિત્રીના પાણી એવા ફરી વળ્યા છે કે આખો વિસ્તાર બેટ બની ગયો છે. વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તાર તો સ્વમિંગ પુલ બની ગયો છે. અહીં લોકોના ઘરો ડૂબી ગયા છે. દૂકાનો પાણીમાં છે, અને આ આખું બજાર પાણી પાણી થઈ ગયું છે. ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે.

રોડ પરથી નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો વડોદરાના વુડા સર્કલ વિસ્તારના છે. અહીં વિશ્વામિત્રા નદીના પાણી એવા ફરી વળ્યા છે કે બ્રિજ પર પણ પાણી છે. આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. હવે આવા પાણીમાં લોકોના કેવા હાલ થયા હશે તે સમજી શકાય છે. વડોદરામાં કુદરત એવી કોપાયમાન થઈ છે કે શહેરની સોસાયટીઓ સરોવર બની ગઈ છે. જે સોસાયટીમાં પાણી ઘૂસ્યા તે હરણી વિસ્તાર છે. આ વિસ્તારની સોસાયટીઓ હોય કે પછી રાજમાર્ગો બધે જ પાણી પાણી છે. આ વિસ્તારની નાગેશ્વર, વૃંદાવન ટાઉનશીપમાં પાણી ઘૂસી જતાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

આખી જિંદગીની મૂડી ભેગી કરીને વ્યક્તિ પોતાનું એક ઘર બનાવતો હોય છે. પણ આ જ ઘરમાં જ્યારે આવી અણધારી આફત આવી ચડે ત્યારે શું થાય? ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી બગડી ગઈ છે. ઘર જાણે સ્વિમિંગ પુલ બની ગયું છે. આજવા રોડ પર આવેલી મિહિર પાર્ક સોસાયટીના તમામ ઘરોમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. જે શહેરમાં રોડ પર વાહનો દોડવા જોઈએ ત્યાં હાલ હોડીઓ તરી રહી છે. જ્યાંથી લોકોની અવર જવર હોવી જોઈએ ત્યાં હાલ શાંતિ છે. જે ફસાયેલા છે તેમને બોટથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકોટા વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં પાણી ઘૂસી જતાં અહીં રહેતા લોકોના હાલ બેહાલ છે. જવું તો ક્યાં જવુ તે પ્રશ્ન છે. વડોદરામાં વરસાદ કરતાં વિશ્વામિત્રીએ વધુ વિનાશ વેર્યો છે...નદી છલોછલ થઈ જતાં તેના પાણી શહેરમાં ઘૂસ્યા છે...હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે શહેરની સ્થિતિ શું થાય છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news