વડોદરા: આવાસો ઝડપથી ફાળવવાની માંગ સાથે સંજયનગરના વિસ્થાપિતો ગાંધીનગર નિકળ્યાં

વડોદરા શહેરના સંજયનગરના વિસ્થાપિતો દ્વારા આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવ્યુ છે. સંજયનગરના વિસ્થાપોતિ આજે આંદોલન કરવા માટે પગપાળા ગાંધીનગર જવા નીકળ્યા હતા. જો કે પોલીસે પગપાળા નીકળેલા100થી વધારે આંદોલનકારીઓની અટકાયત કરી હતી. 

Updated By: Aug 1, 2020, 12:00 AM IST
વડોદરા: આવાસો ઝડપથી ફાળવવાની માંગ સાથે સંજયનગરના વિસ્થાપિતો ગાંધીનગર નિકળ્યાં

વડોદરા : વડોદરા શહેરના સંજયનગરના વિસ્થાપિતો દ્વારા આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવ્યુ છે. સંજયનગરના વિસ્થાપોતિ આજે આંદોલન કરવા માટે પગપાળા ગાંધીનગર જવા નીકળ્યા હતા. જો કે પોલીસે પગપાળા નીકળેલા100થી વધારે આંદોલનકારીઓની અટકાયત કરી હતી. 

આધુનિક શિક્ષણ: ઓનલાઇન શિક્ષણની સમયમર્યાદા નક્કી થશે, 45 મિનિટનો રહેશે એક લેક્ચર

છેલ્લા 3 વર્ષ કરતા વધારે સમયથી આવાસો નહી ફાળવવામાં આવતા 7થી 8 મહિનાનું ભાડુ ચુકવવામાં આવ્યા નથી. સંજયનગર વિસ્થાપિતો છેલ્લા ડોઢ મહિનાથી આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ તંત્ર સામે હવે લડવાના મુડમાં છે. તેઓ આંદોલન માટે જ્યારે નિકળ્યાં ત્યારે જ પોલીસે તમામને અટકાવીને આંદોલનના અગ્રણી સીમાબેન રાઠોડ અને પ્રભુભાઇ સોલંકી સહિતનાં 100થી વધારે આંદોલનકર્તાઓની અટકાયત કરી હતી. 

ગૌરવ: રાજકોટ પોલીસની સુરક્ષિતા એપનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, પ્રાપ્ત કર્યો સિલ્વર મેડલ

આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાની ઘટના અંગે માહિતી મળતા કોંગ્રેસ અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તંત્ર પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા આંદોલનને અટકાવી રહ્યાનાં આક્ષેપો કરી રહ્યા હતા. ગુજરાત સરકાર પણ ગરીબોની સાથે અન્યાય કરી રહી હોવાનાં આરોપો લગાવ્યા હતા.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube