એવરેસ્ટ સર કર્યા બાદ હવે વડોદરાની નિશા કુમારી 180 દિવસમાં સાયકલ ઉપર પહોંચશે લંડન

વડોદરાથી લંડન સુધીની આ 15 હજાર કિલો મીટરના આ સફરમાં નિશાના કોચ તેનો સાથ આપશે. જે અંગે વાત કરતાં નિશાના કોચ નિલેશ બારોટએ જણાવ્યું હતું કે, 'આ સાઇકલ યાત્રા ગ્લોબલ વોર્મિંગ અને ચેતવણી આપવા માટે છે માટે અમારૃ સ્લોગન 'ચેન્જ ધ ક્લાઇમેટ ચેન્જ' રાખવામાં આવ્યુ છે.

એવરેસ્ટ સર કર્યા બાદ હવે વડોદરાની નિશા કુમારી 180 દિવસમાં સાયકલ ઉપર પહોંચશે લંડન

ઝી બ્યુરો/વડોદરા: વડોદરાની નિશા કુમારી એક સાહસિક સફરની શરૂઆત કરવા જઈ રહી છે. નિશા કુમારી વડોદરાથી લંડન સાયકલ સવારી કરીને પહોંચશે. જે સમગ્ર વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધારશે. ગત વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વડોદરાની નિશા કુમારી હવે એક અનોખું સાહસ કરવા જઈ રહી છે. 

નિશા કુમારી આજથી સાયકલ સવારી કરીને વડોદરાથી લંડન સુધી પહોંચશે. 200 દિવસના આ સાહસિક સફરમાં નિશા કુમારીને ઘણી મુશ્કેલી આવશે. પરંતુ નિશા કુમારીએ મક્કમતાથી આ સફરની શરૂઆત કરી છે. 28 વર્ષની નિશા કુમારી 180 દિવસના સાઇકલ પ્રવાસ પછી લંડન પહોંચશે. આ દરમિયાન તે અનેક દેશોની મુલાકાત લેશે. લગભગ 17 દેશ પાર કર્યા બાદ નિશા કુમારી સાઇકલ પર ભારતથી લંડન પહોંચશે. આ યાત્રાને લઈને નિશા કુમારીએ ખુબ જ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કુદરત બદલાય એ પહેલા આપડે બદલાવવુ પડશે તેવા મેસેજ સાથે નિશા કુમારી આ સાયકલ યાત્રા કરશે. 

મહત્વનું છે કે વડોદરાથી લંડન સુધીની આ 15 હજાર કિલો મીટરના આ સફરમાં નિશાના કોચ તેનો સાથ આપશે. જે અંગે વાત કરતાં નિશાના કોચ નિલેશ બારોટએ જણાવ્યું હતું કે, 'આ સાઇકલ યાત્રા ગ્લોબલ વોર્મિંગ અને ચેતવણી આપવા માટે છે માટે અમારૃ સ્લોગન 'ચેન્જ ધ ક્લાઇમેટ ચેન્જ' રાખવામાં આવ્યુ છે. કોચે કહ્યું કે, આપના સમાજ માં સ્પોર્ટ્સને લઈને એટલી જાગૃતતા નથી એ મોટી કમનસીબી.

મહત્વનું છે કે નિશાકુમારી એવરેસ્ટ સર કરી ચૂકી છે. એવરેસ્ટ યાત્રા દરમ્યાન તેના હાથની આંગળીઓ પણ ઓગળી ગઈ હતી.  ત્યારે હવે વધુ એક સાહસિક સફર પર જઈ રહેલી નિશા કુમારીની માતાએ કહ્યું કે, દીકરીઓને આઝાદ પંછીની જેમ ઉડવા દેવી જોઈએ. નિશા કુમારીના આ અભિયાન પાછળ અંદાજે 60 લાખથી વધુનો ખર્ચ થવાનો છે. ત્યારે નિશા કુમારીના ઇરાદાઓને મજબુત રાખવા વિવિધ દાતાઓએ પણ મદદ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news