યુવતીના ગળામાં હાથ લપેટીને બેસેલા અશોક જૈને કહ્યુ, ‘હું માત્ર બેઠો હતો, પણ મેં કઇ કર્યું નથી’

વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ (vadodara rape case) નો મામલો ગૂંચવાયો છે. પોલીસે આરોપી CA અશોક જૈનને (Ashok Jain) સાથે રાખીને પોલીસે નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં તથા વાસણા રોડના હેલીગ્રીન બિલ્ડીંગમાં લઇ જઇને પોલીસે અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કર્યું હતું. સાથે પોલીસે અશોક જૈનની પૂછપરછ પણ હાથ ધરી હતી. જેમાં તેણે પીડિતાના ગળામાં હાથ નાંખીને બેસેલી તસવીર પર ખુલાસો કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, હું પીડિતાની જોડે બેઠો હતો પણ મે કંઇ કર્યું ન હતું. 

યુવતીના ગળામાં હાથ લપેટીને બેસેલા અશોક જૈને કહ્યુ, ‘હું માત્ર બેઠો હતો, પણ મેં કઇ કર્યું નથી’

ઝી મીડિયા/બ્યૂરો :વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ (vadodara rape case) નો મામલો ગૂંચવાયો છે. પોલીસે આરોપી CA અશોક જૈનને (Ashok Jain) સાથે રાખીને પોલીસે નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં તથા વાસણા રોડના હેલીગ્રીન બિલ્ડીંગમાં લઇ જઇને પોલીસે અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કર્યું હતું. સાથે પોલીસે અશોક જૈનની પૂછપરછ પણ હાથ ધરી હતી. જેમાં તેણે પીડિતાના ગળામાં હાથ નાંખીને બેસેલી તસવીર પર ખુલાસો કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, હું પીડિતાની જોડે બેઠો હતો પણ મે કંઇ કર્યું ન હતું. 

આરોપી અશોક જૈનનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ (civil hospital)માં સિમેન ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે આરોપીનો પોટેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ ગઈકાલે પોલીસે અશોક જૈનને સાથે રાખીને નિસર્ગ ફ્લેટ અને હેલીગ્રીનમાં સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. શુક્રવારે કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. 

અશોક જૈન 16 તારીખ બપોર ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર છે. નામદાર કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. ત્યારે પોલીસ હવે આરોપી અશોક જૈનને ભાગવામાં કોણે કોણે મદદ કરી હતી, તેણે ક્યાં ક્યાં આશરો લીધો હતો તે માહિતી મેળવશે. પીડિતા અને તેના ફોટો વાયરલ કઈ રીતે થયા તે દિશામાં તપાસ કરશે. સાથે જ સહારાની ડિલમાં ઇન્વેસ્ટરોને ખુશ કરવા કયા ઇન્વેસ્ટર પાસે પીડિતાને મોકલી હતી કે નહિ તે પણ માહિતી મેળવશે. તેમજ સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ ક્યાં છે તમામ મુદ્દે પોલીસ તલસ્પર્શી તપાસ કરશે. તેમજ સમગ્ર કેસમાં બૂટલેગર અલ્પુ સિંધીનો શુ રોલ હતો તે પણ જાણશે.

રાજુ ભટ્ટની તબિયત લથડી 
બીજી તરફ, આ કેસનો બીજો આરોપી રાજુ ભટ્ટની તબિયત લથડી હતી. જેથી તેને જેલમાંથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. રાજુ ભટ્ટને સયાજી હોસ્પિટલના મેડિકલ આઇસીયુમાં દાખલ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news