વલસાડ : વેક્સીનેશન અવેરનેસ લાવવા સાઈકલ પર નીકળ્યા ધારાસભ્ય

વલસાડના ધારાસભ્ય દ્વારા લોકોમાં કોરોના વેક્સીનની જાગૃતતા આવે તે માટે યુનિક પ્રયાસ હાથ ધરાયો છે. તેઓ સાયકલ ઉપર લોકોને કોરોના વાયરસની રસી (corona vaccine) લેવા માટે લોકોને એપીલ કરવા નીકળ્યા છે. 
વલસાડ : વેક્સીનેશન અવેરનેસ લાવવા સાઈકલ પર નીકળ્યા ધારાસભ્ય

ઊમેશ પટેલ/વલસાડ :વલસાડના ધારાસભ્ય દ્વારા લોકોમાં કોરોના વેક્સીનની જાગૃતતા આવે તે માટે યુનિક પ્રયાસ હાથ ધરાયો છે. તેઓ સાયકલ ઉપર લોકોને કોરોના વાયરસની રસી (corona vaccine) લેવા માટે લોકોને એપીલ કરવા નીકળ્યા છે. 

દેશભરમાં વેક્સીનેશન (vaccination) ચાલી રહ્યું છે, ત્યારે ઘણા લોકોમાં વેક્સિન લેવા માટે અંધશ્રદ્ધા ઊભી થઈ છે. એવા સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર અવનવા પ્રયત્નો કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ધારાસભ્ય ભરત પટેલ (MLA Bharat Patel) દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા વલસાડ શહેરના અલગ અલગ વોર્ડમાં તથા શહેરના સ્લમ વિસ્તારમાં સાઈકલ પર જઈ લોકોને કોરોના વેક્સીન લેવા જાગૃતતા (awareness) લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

વલસાડના ધારાસભ્ય સાથે વલસાડ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાઈ શહેરના નાગરિકોને વેક્સીન લેવા માટે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો. તેમણે કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીન ખૂબ જરૂરી છે એવી માહિતી આપી હતી. ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા આ જાગૃતિ અભિયાન ત્રણ દિવસ ચાલવાનો છે. જેમાં ધારાસભ્ય દ્વારા શહેરના તમામ વિસ્તારો મા જઇ લોકોને જાગૃત કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news